CCTVમાં કેદ થઈ મોતની ઘટના, જિમમાં ટ્રેડમિલ પર ચાલતા ચાલતા અચાનક જ પડી ગયો યુવક
ગાઝિયાબાદ જિલ્લામાં સરસ્વતી વિહાર કોલોનીમાં જિમમાં ટ્રેડમિલ પર દોડી રહેલા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. વિદ્યાર્થી 6 મહિનાથી જિમ કરી રહ્યો હતો. મોતનો વીડિયો CCTV કેમેરામાં કેદ થઈ ગયો. મૂળ રૂપે બિહારના સિવાન જિલ્લાના રહેવાસી વિનય કુમાર ખોડામાં પોતાના દીકરા સિદ્ધાર્થ કુમાર સાથે રહે છે. વિનયની પત્ની બિહારમાં જ શિક્ષિકા છે. તેઓ પોતાના એકમાત્ર દીકરા સાથે રહેતા હતા. સિદ્ધાર્થે આ જ વર્ષે કૉલેજમાં એડમિશન લીધું હતું.
ખોડામાં જ છેલ્લા 6 મહિનાથી જિમ કરી રહ્યો હતો. શનિવારે સવારે 11:10 વાગ્યે જિમમાં ગયો હતો. તે ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો. પાસે જ બે અન્ય યુવક પણ જિમ કરી રહ્યા હતા. ટ્રેડમિલ પર દોડતા દોડતા અચાનક સિદ્ધાર્થના પગ રોકાઈ ગયા અને તે ટ્રેડમિલ પર પડી ગયો. જિમ કરી રહેલા અન્ય યુવક સિદ્ધાર્થને ઉઠાડવા માટે દોડ્યા. તેમણે સિદ્ધાર્થને ઉઠાડ્યો અને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા. હૉસ્પિટલમાં તેની ECG વગેરેની તપાસ કરવામાં આવી, પરંતુ તેના શ્વાસ થંભી ગયા હતા. ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. સ્વજન સિદ્ધાર્થન સિવાન લઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી આ બાબતે પોલીસને કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
गाजियाबाद में जिम में ट्रेडमिल पर चलते हुए अचानक गिरा युवक।
— Gautam Geetarjun (गीतार्जुन) (@GautamGeetarjun) September 16, 2023
हार्ट अटैक से गई जान, घटना CCTV में हुई कैद।
क्लिक कर पढ़ें पूरी खबर-https://t.co/vHd5hgGlmt pic.twitter.com/PBafZKDulO
ગયા મહિને ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક સિનેમા હોલમાં ગદર-2 ફિલ્મ જોવા પહોંચેલા યુવકનું હોલના ગેટ પર હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું. આ ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. યુવક સદર પોલીસ સ્ટેશન વિસ્તારના દ્વારકાપુરી મોહલ્લાનો રહેવાસી હતો. અષ્ટક તિવારી (ઉંમર 32 વર્ષ) શનિવારે સાંજે 7:50 વાગ્યે ગદર-2 ફિલ્મ જોવા માટે ફન સિનેમા હૉલ ગયો હતો. જેવો જ તે ફોન પર કોઈ સાથે વાત કરતો સિનેમા હૉલના ગેટ પર પહોંચ્યો, લડખડાતો નીચે પડી ગયો.
ત્યાં ઉપસ્થિત લોકોએ તેને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું. તેનો ફોન લોક નહોતો એટલે ઘટનાસ્થળ પર ઉપસ્થિત ગાર્ડ્સ અને બાઉન્સર્સે તેના ફોનથી કોલ કરીને પરિવારજનોને જાણકારી આપી. ઇમરજન્સીમાં પરિવારજનો સિનેમા હૉલ પહોંચ્યા અને તેને એક ખાનગી હૉસ્પિટલ લઈ ગયા. જો કે, ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp