સ્કૂલની અંદર ઘૂસીને ક્લાસમાં વિદ્યાર્થીઓ સામે શિક્ષિકા પત્નીને આપ્યા તીન તલાક
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ત્રિપલ તલાકની અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી એક વ્યક્તિએ પોતાની શિક્ષિકા પત્નીને શાળાની અંદર ક્લાસમાં વિદ્યાર્થીઓ સામે તીન તલાક આપી દીધા અને પછી ત્યાંથી તે જતો રહ્યો. જો કે, મહિલા શિક્ષિકાએ ત્યારબાદ પતિ સહિત 4 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. મહિલા શિક્ષિકાએ જણાવ્યું કે, તેના પતિએ એ સમયે તલાક આપ્યા, જ્યારે તે શાળામાં બાળકોને ભણાવી રહી હતી. તે ક્લાસની અંદર ઉપસ્થિત હતી. ત્યારે તેનો પતિ ક્લાસની અંદર આવ્યો.
તેણે ત્રણ વખત તલાક તલાક કહ્યું અને ત્યાંથી જતો રહ્યો. આ ઘટના બારાબંકીના બેગમગંજ વિસ્તારની છે. અહીં રહેનારી તમન્નાએ જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2020મા ફિરોઝબાદના કરીમગંજમાં રહેનારા શકીલ સાથે થયા હતા. જ્યારે તે સાસરે ગઈ તો ત્યાં 2 લાખ રૂપિયા કરિયાવરની ડિમાન્ડ કરવામાં આવી. મહિલા શિક્ષિકાએ જ્યારે કહ્યું કે, તે કરિયાવર નહીં આપી શકે તો તેને ઘરમાંથી કાઢી દેવામાં આવી, પછી તે પોતાના પિયર આવી ગઈ. થોડા દિવસ બાદ તેનો પતિ બતાવ્યા વિના સાઉદી અરબ જતો રહ્યો.
જ્યારે આ વાતની જાણકારી મહિલા શિક્ષિકાને થઈ તો તે પોતાના સાસરે ફિરોઝાબાદ પહોંચી, પરંતુ સાસરિયાના લોકોએ તેને ઘરમાં ઘૂસવા ન દીધી. ફરી તે પિયર જતી રહી અને અહી એક શાળામાં ભણાવવા લાગી. પછી અચાનક ઑગસ્ટ મહિનામાં પતિ સાઉદી અરબથી ફિરોઝાબાદ પાછી આવી ગઈ. ત્યાંથી ફર્યા બાદ ફોન પર છૂટાછેડાની ધમકી આપવા લાગ્યો. પછી 24 ઑગસ્ટે જ્યારે તે શાળામાં ભણાવી રહી હતી તો આચનકથી તે ક્લાસની અંદર ઘૂસી ગયો. બધા બાળકો સામે ત્રિપલ તલાક આપીને જતો રહ્યો. એક રિપોર્ટ મુજબ, 28 જૂને પતિ સાઉદી અરબથી પરત ફર્યો અને 10 જુલાઈએ તમન્નાના ઘરે પહોંચ્યો અને આક્રોશમાં આવવા કહ્યું.
તમન્નાએ ખાનગી શાળામાં શિક્ષિકાની નોકરીનો સંદર્ભ આપીને તાત્કાલિક સાથે જવાની ના પડી દીધી. પતિ 6 દિવસ સુધી તેના ઘરે રોકાયો, એ દરમિયાન તે મોબાઈલ પર સતત વાત કરતો હતો. ફોન પર છોકરીઓની તસવીર જોઈને પૂછ્યું તો શારીરક અને માનસિક અત્યાચાર કરવા લાગ્યો. થોડા દિવસ બાદ તે જતો રહ્યો. 24 ઑગસ્ટે તે શાળાએ ગઈ હતી, જ્યાં પતિ તેના ક્લાસમાં ઘૂસી ગયો અને બધા સામે તીન તલાક આપી દીધા. CO કોતવાલી પોલીસ સ્ટેશનના બીનૂ સિંહના જણાવ્યા મુજબ, આ આખી ઘટનામાં પીડિતાએ પતિ શકીલ, તેની પહેલી પત્નીના બે બાળકો અને સાસુ વિરુદ્ધ કરિયાવર માટે અત્યાચાર કરવાનો કેસ નોંધાવ્યો છે. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp