2 રૂપિયા માટે રેલવે સાથે 3 વર્ષ સુધી લડી લડાઈ, હવે રેલવેએ આપવા પડશે 2.43 કરોડ

PC: newsonair.com

સરકારી કામોમાં ભૂલ થવી કોઈ નવી વાત નથી. મોટાભાગના લોકો આ ભૂલોને અવગણી દે છે પરંતુ, કેટલાક લોકો પોતાના હક માટે અંત સુધી લડે છે. આ વખતે રેલવેનો પનારો પણ એક એવી વ્યક્તિ સાથે પડ્યો. આ વ્યક્તિના માત્ર 35 રૂપિયા માટે રેલવેએ કરોડોનો દંડ ભરવો પડ્યો. રાજસ્થાનના કોટામાં રહેતા એન્જિનિયર સુરજીત સ્વામીના કારણે ત્રણ લાખ લોકોને ફાયદો મળ્યો છે. જોકે, લોકોને કોઈ મોટી રકમ નથી મળી પરંતુ, રેલવેને કરોડોનું નુકસાન જરૂર થઈ ગયુ છે. સુરજીત સ્વામીએ પોતાના 35 રૂપિયા પાછા લેવા માટે રેલવે સાથે પાંચ વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડી અને અંતમાં તે આ લડાઈને જીતી ગયો.

આ વાત શરૂ થઈ એપ્રિલ 2017માં, આ દિવસે સુરજીતે સ્વર્ણ મંદિર મેલમાં કોટાથી દિલ્હી સુધીની રેલવે ટિકિટ બુક કરાવી હતી. ત્યારબાદ 1 જુલાઈએ GST ની નવી વ્યવસ્થા લાગૂ થઈ ગઈ. સુરજીત સ્વામીએ આ પહેલા જ ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી. ટિકિટની કિંમત 765 રૂપિયા હતી અને તેને 100 રૂપિયા કાપીને 665 રૂપિયા પાછા મળ્યા. સુરજીતનું કહેવુ છે કે, તેના 100 રૂપિયા નહીં પરંતુ 65 રૂપિયા કાપવા જોઈતા હતા. તેનો આરોપ હતો કે, તેની પાસે સેવા કરના રૂપમાં 35 રૂપિયા વધુ વસૂલવામાં આવ્યા જ્યારે, તેણે માલ અને સેવા કર GST લાગૂ થતા પહેલા ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી.

સ્વામીનો દાવો છે કે, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન IRCTCએ તેના RTI આવેદનના જવાબમાં કહ્યું કે, 2.98 લાખ ઉપભોગકર્તાઓને પ્રત્યેક ટિકિટ પર 35 રૂપિયા પાછા મળશે જે કુલ 2.43 કરોડ રૂપિયા થાય છે. સ્વામીનું કહેવુ છે કે, પોતાના 35 રૂપિયા પાછા મેળવવા માટે તેમણે વડાપ્રધાન, રેલ મંત્રી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, GST  પરિષદ અને નાણા મંત્રીને ટેગ કરીને વારંવાર ટ્વીટ કર્યું. તેમનું માનવુ છે કે, આ ટ્વિટ્સે 2.98 લાખ ઉપભોકતાઓને 35-35 રૂપિયા પાછા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી.

સ્વામીએ પોતાની લડાઈની શરૂઆત રેલવે અને નાણા મંત્રાલયને RTI અરજી આપીને કરી. તેમા તેમણે પોતાના 35 રૂપિયા પાછા આપવાની માંગ કરી હતી. RTI અરજીના જવાબમાં IRCTCએ કહ્યું હતું કે, 35 રૂપિયા પાછા આપી દેવામાં આવશે.

વાત અહીં જ પૂરી નથી થતી પરંતુ, તેમા એક વધુ વળાંક આવ્યો. સ્વામીના જણાવ્યા અનુસાર, 2019માં તેમને પૈસા તો પાછા મળ્યા પરંતુ, તેમા પણ 2 રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. એટલે કે તેમને 35 રૂપિયાના બદલામાં 33 રૂપિયા મળ્યા. સ્વામી પણ પાછળ હટનારાઓમાં નહોતા. તેમણે બીજા ત્રણ વર્ષ સુધી બે રૂપિયા પાછા લેવાની લડાઈ લડી. ગત શુક્રવારે સ્વામીએ પોતાની આ લડાઈ જીતી લીધી અને તેમને બે રૂપિયા પણ પાછા મળી ગયા.

સ્વામીના જણાવ્યા અનુસાર, IRCTC ના વરિષ્ઠ અધિકારી દ્વારા તેમને સૂચિત કરતા કહેવામાં આવ્યું કે, રેલવે બોર્ડે તમામ ઉપયોગકર્તાઓ 2.98 લાખને 35 રૂપિયા પાછા આપવાની મંજૂરી આપી દીધી છે અને પૈસા જમા કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમનું કહેવુ છે કે, તમામ યાત્રિઓને ધીમે-ધીમે તેમના પૈસા પાછા મળી જશે. સ્વામીનું કહેવુ છે કે, પોતાની આ જીત બાદ તેમણે વડાપ્રધાન કેયર્સ ફંડમાં 535 રૂપિયા દાન કરી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp