હેલમેટ વિના પ્રેમિકા સાથે કરી રહ્યો હતો મજા, પોલીસે પત્નીને મોકલી આપ્યું ચલણ

PC: twitter.com/DeepikaBhardwaj

પોતાના પાર્ટનર સાથે છેતરપિંડી કરવી ક્યારેય કોઈ પણ વ્યક્તિ અને તેના રીલેશન માટે સારી વાત નથી હોતી. તમે આ અનૈતિક સંબંધને છૂપાવવાના ગમે તેટલા પ્રયત્નો કરો છતા એક દિવસ તે વાત તમારા જીવનસાથી સામે આવી જ જાય છે. હાલમાં જ પતિ પોતાની પત્નીને છેતરી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલામાં પતિ પોતાની પત્નીને છેતરી રહ્યો હતો અને અનોખી રીતે તેની ચોરી પકડાઈ ગઈ હતી. આ ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે, વ્યક્તિની છેતરપિંડી ટ્રાફિક સિગ્નલ પર લાગેલા સ્પીડ કેમેરાના કારણે પકડાઈ ગઈ છે. અમે મજાક નથી કરી રહ્યા પરંતુ, આ ઘટના સત્ય છે.

કેરળના ટ્રાફિક કંટ્રોલ રૂમે એક વ્યક્તિના ઘરે ચલણ મોકલ્યું. ટ્રાફિક કંટ્રોલ રૂમે તે ચલણની સાથે CCTVમાં કેદ ફોટો પણ મોકલી આપ્યો. વ્યક્તિ જે ગાડી ચલાવી રહ્યો હતો તે ગાડી તેની પત્નીના નામ પર રજિસ્ટર હતી આથી, ચલણ સીધુ તેની પત્નીના હાથોમાં આપવામાં આવ્યું. જ્યારે પત્નીએ ચલણની સાથે આવેલા તે ફોટોને જોયો તો તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. ફોટામાં તેનો પતિ એક બીજી મહિલા સાથે હેલમેટ વિના સ્કૂટર ચલાવીને જઈ રહ્યો હતો અને ચલણ પણ એ વાત માટે આપવામાં આવ્યું હતું કારણ કે તે બંને હેલમેટ વિના જ સવારી કરી રહ્યા હતા.

પછી શું હતું, પત્ની ફોટો જોતા જ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને પતિ સાથે બેઠેલી બીજી મહિલા વિશે પૂછપરછ કરવા માંડી. પતિએ પોતાની પત્નીને જણાવ્યું કે, સ્કૂટર પર બેઠેલી મહિલા એક રાહદારી હતી અને તે માત્ર તેને લિફ્ટ આપી રહ્યો હતો. ત્યારબાદ બંને પતિ-પત્નીમાં ખૂબ જ બોલાચાલી અને ઝઘડો થયો.

પત્નીનો આરોપ છે કે, તેના પતિએ આ વાત બદલ તેને અને તેના બાળકને માર માર્યો હતો. પત્નીએ કર્માના પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ મામલો દાખલ કરાવ્યો અને ત્યારબાદ પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp