બાગેશ્વર ધામમાં અરજી લગાવવા આવેલા વ્યક્તિની મળી લાશ, 1 મહિનામાં ચોથું શવ મળ્યું

મધ્ય પ્રદેશના છત્તરપુર સ્થિત બાગેશ્વર ધામથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બાગેશ્વર ધામમાં અરજી લગાવવા આવેલા એક વ્યક્તિનું શવ બાયપાસ માર્ગ પરથી મળી આવ્યું છે. ગત એક મહિનામાં બાગેશ્વર ધામથી કુલ મળીને 4 શવ જપ્ત કરવામા આવી ચુક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવારે મોડી રાત્રે જે આડેધ વ્યક્તિનું શવ જપ્ત કરવામાં આવ્યુ છે, તે બાગેશ્વર ધામમાં દર્શન-પૂજા કરવાની સાથે જ બાગેશ્વર ધામ સરકારના દરબારમાં અરજી લગાવવા માટે આવ્યો હતો. એક મહિનામાં 4 શવ મળવાથી પોલીસ પણ અચંબામાં છે. તેમજ, બાગેશ્વર ધામ આવનારા શ્રદ્ધાળુઓની ચિંતાઓમાં વધારો થવો સ્વાભાવિક છે.
રિપોર્ટ અનુસાર, બાગેશ્વર ધામમાં જે આડેધ વ્યક્તિની લાશ મળી છે, તે ત્યાં દર્શન કરવા માટે આવ્યો હતો. બાગેશ્વર ધામના બાયપાસ રોડ પર આડેધ વ્યક્તિનું શવ મળ્યું છે. તેની સૂચના પોલીસને આપવામાં આવી. મોડી રાત્રે શવ મળવાથી સ્થાનિક પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે શવને કબ્જામાં લઇને તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિનું શવ મળ્યું છે તે મૂળ મધ્ય પ્રદેશના સાગર જિલ્લાનો રહેવાસી છે. ચોંકાવનારી વાત એ છે કે, ગત એક મહિનામાં બાગેશ્વર ધામમાં ચોથુ શવ જપ્ત કરવામાં આવ્યું છે.
આ પહેલા 17 જૂને ગઢા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં એક યુવકનું શવ મળ્યું હતું. લાશ પર કોઈ વસ્ત્ર ન હતું. તેની ઓળખ પણ તે સમયે નક્કી થઈ શકી ન હતી. આ પહેલા બાગેશ્વર ધામમાં 11 જૂન, 2023ના રોજ પણ એક શવ મળી આવ્યું હતું. બાગેશ્વર ધામની પાસે એક ગામમાં દિલ્હીથી આવેલા એક વ્યક્તિનું શવ મળી આવ્યું હતું. બાગેશ્વર ધામમાં સતત શવ મળવાથી પોલીસમાં ચિંતા જોવા મળી રહી છે. એ વાતની જાણકારી મેળવવામાં આવી રહી છે કે આખરે સતત લોકોના શવ શા માટે મળી રહ્યા છે.
બાગેશ્વર ધામની સુરક્ષાને લઇને ચિંતા વધારનારા સમાચાર સતત સામે આવી રહી છે. શવ મળ્યું તે પહેલા મંગળવારે એક મુસ્લિમ યુવક કટ્ટા સાથે બાગેશ્વર ધામ પરિસરમાં ઘૂસી આવ્યો હતો. તે પરિક્રમા પથ પર ફરી રહ્યો હતો. હથિયારબંધ યુવકને જોઇને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. તેની સૂચના તાત્કાલિક સ્થાનિક પોલીસને આપવામાં આવી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે યુવકને કસ્ટડીમાં લઇ લીધો હતો. સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે તે, બાગેશ્વર ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, એવામાં સુરક્ષામાં આટલી મોટી ચૂક કઈ રીતે થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp