બુલેટ માટે પુરુષે આપ્યા ટ્રિપલ તલાક, પત્ની ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક વ્યક્તિએ તેની પત્નીને એક બુલેટ ગાડી અને બે લાખ રૂપિયા માટે ટ્રિપલ તલાક આપ્યા હતા. આટલું જ નહીં આ પછી પતિએ પત્નીને ઘરની બહાર પણ કાઢી મુકી હતી. મહિલાના કહેવા પ્રમાણે તેનો પતિ હવે દહેજમાં બે લાખ રૂપિયા અને બુલેટ મોટરસાઇકલની માંગ કરી રહ્યો છે. પોલીસે આ મામલે પાંચ લોકો વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

આ મામલો જિલ્લાના ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિતાએ જણાવ્યું કે, વર્ષ 2017માં તેના લગ્ન થયા હતા, જ્યારે પૈસા અને બાઇકની માંગ પૂરી ન થઈ હોવાથી તેનો પતિ તેને મારતો હતો.

મહિલાનો આરોપ છે કે, આરોપી પતિ તેને તેના પિયરના ઘરે લઈ જઈને તેને છોડી દેતો હતો. પીડિતાએ કહ્યું કે, એક દિવસ તેણે મને માર માર્યો અને ત્રણ વખત ટ્રિપલ તલાક કહીને ઘરની બહાર કાઢી મૂકી. પીડિતાએ ન્યાય મેળવવા માટે હાથ જોડીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને કહ્યું કે, આવું કોઈ છોકરી સાથે ન થવું જોઈએ.

હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છેઉકાની રહેવાસી કિસ્મતુને જણાવ્યું કે, તેના લગ્ન ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિમોરના રહેવાસી ઈકબાલ સાથે 2017માં થયા હતા. લગ્ન બાદથી જ સાસુ બિસ્મિલ્લાહ, સસરા કરીમ બક્ષ, પતિ ઈકબાલ, રૂસ્તમ, જેઠાણી શાયરા બાનો તેને ઓછા દહેજ માટે ટોણા મારતા હતા.

વધારાના દહેજમાં બે લાખ રૂપિયા, બુલેટ મોટરસાઇકલની માંગણી કરવા લાગ્યો. માંગણી ન સંતોષાતા સાસરિયાઓએ માર માર્યો હતો. તે તેના પિયરના ઘરે આવી ગઈ અને કોર્ટમાં ભરણપોષણ માટે દાવો દાખલ કર્યો. આ પછી પતિએ સમાધાન કરી તેને પિયરના ઘરેથી સાસરે લઇ ગયો હતો.

આ પછી પણ સાસરિયાઓ દહેજની માંગણી કરતા રહ્યા. સોમવારે માતા, ભાઈ અને મિત્રો તેને તેના સાસરેથી ઘરે લઈ જવા માટે આવ્યા હતા. તેમના આવતાની સાથે જ પતિએ બુલેટ બાઇક અને રોકડની માંગણી કરી હતી. ના પાડવા પર પતિએ તેને માર માર્યો અને ટ્રિપલ તલાક આપી દીધો. સાથે જ દાગીના અને સામાન છીનવીને ઘરમાંથી ભગાડી મૂકી હતી. આ અંગે પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ સ્ટેશન પ્રમુખ આનંદ પાલ સિંહે કહ્યું કે આ મામલે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.

પોલીસે આ કેસમાં સિમોર ગામના રહેવાસી પતિ ઈકબાલ, સસરા કરીમ બક્ષ સહિત પાંચ લોકો સામે IPC 498 A, 323, 504, 506, દહેજ પ્રતિબંધ અધિનિયમ 3,4, મુસ્લિમ મહિલા અધિનિયમ 2019,3,4  હેઠળ કેસ નોંધ્યો છે.

પીડિતાનો એવો પણ આરોપ છે કે, કેસ નોંધાયા બાદ સમાધાન માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. જો તે આવું નહીં કરે તો તેને અને તેની પાંચ વર્ષની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે, જેના કારણે તે ખૂબ ડરી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp