સુપ્રીમ કોર્ટેની દખલઅંદાજીથી એક વ્યક્તિને 28 વર્ષે મળી પોસ્ટની નોકરી

PC: ndtv.com

તમે મોટા ભાગે સાંભળ્યું હશે કે જો કોઈ કેસ કોર્ટમાં પહોંચી જાય છે તો તેના પર તારીખ પર તારીખ મળે છે. એ કેસમાં નિર્ણય માટે લોકોને ઘણા દશકો સુધી રાહ જોવી પડે છે. એવો જ એક કેસ સામે આવ્યો છે. 28 વર્ષ અગાઉ એક વ્યક્તિએ પોતાની નોકરીને લઈને કોર્ટમાં એક કેસ દાખલ કરાવ્યો હતો, જેના પર હવે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. એક વ્યક્તિ છેલ્લા 28 વર્ષથી પોતાની નોકરી માટે કાયદાકીય લડાઈ લડી રહ્યો હતો, પરંતુ અંતે સુપ્રીમ કોર્ટની દખલઅંદાજી બાદ તેને ન્યાય મળી જ ગયો.

સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિ દ્વારા પોસ્ટ વિભાગમાં નોકરી માટે અરજી કરવાના 28 વર્ષ બાદ તેની નિમણૂક કરવાનો આદેશ આપતા કહ્યું કે તેને પદ માટે અયોગ્ય ઠેરવવામાં ભૂલ થઈ હતી. અરજીકર્તાનું નામ અંકુર ગુપ્તા છે, જેણે વર્ષ 1995મા પોસ્ટ સહાયક પદ માટે અરજી કરી હતી. નિમણૂક અગાઉ તાલીમ માટે પસંદ કરાયા બાદ લિસ્ટથી એ આધાર પર હટાવી દેવામાં આવ્યો કે તેણે 12મા ધોરણનો અભ્યાસ ‘વાણિજ્ય પ્રવાહ’થી કર્યો છે.

અંકુર ગુપ્તાએ અન્ય નિષ્ફળ ઉમેદવારો સાથે પ્રશાસનિક ન્યાયાધિકરણ (કૈટ) તરફ જવાનું મન બનાવી લીધું, જેણે વર્ષ 1999માં તેમના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. જો કે, પોસ્ટ વિભાગે ન્યાયાધિકરણના આદેશને પડકાર આપ્યો અને વર્ષ 2000માં અલ્લાહાબાદ હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. હાઇ કોર્ટે વર્ષ 2017માં અરજી ફગાવી દીધી અને કૈટનો આદેશ યથાવત રાખ્યો. અલ્લાહાબાદ હાઇ કોર્ટમાં એક પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી, જેને પણ વર્ષ 2021માં ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદી અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની પીઠે કહ્યું કે, શરૂઆતમાં જ અભ્યાર્થીઓની ઉમેદવારીને ફગાવવામાં આવી નથી અને સિલેક્શન પ્રક્રિયામાં સામેલ થવા દેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અંતે તેમનું નામ વરિષ્ઠતાની લિસ્ટમાં પણ આવ્યું. આ પ્રકારે કોઈ ઉમેદવારની નિમણૂકનો દાવો કરવાનો અનિવાર્ય અધિકાર નથી, પરંતુ તેમની પાસે નિષ્પક્ષ અને ભેદભાવ રહિત વ્યવહારનો સીમિત અધિકાર છે. પીઠે કહ્યું કે, અંકિત ગુપ્તા સાથે ભેદભાવ કરવામાં આવ્યો અને તેણે મનમાનીપૂર્ણ રીતે તેને પરિણામના લાભથી વંચિત રાખવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp