ટેડી બીયરમાં મૂકીને થઈ રહી હતી દારૂની તસ્કરી, કાકાએ ભત્રીજાને બનાવ્યો મહોરો

PC: indiatoday.in

પૂર્ણ દારૂબંદીવાળા બિહારમાં દારૂના બુટલેગર દરેક એ રીત અપનાવી રહ્યા છે, જેથી સરળતાથી દારૂની તસ્કરી થઈ શકે. ક્યારેક શિમલા મિર્ચની આડમાં, તો ક્યારેક હેલમેટની આડમાં તો ક્યારેક ઓટો રિક્ષા અને બોલેરો ગાડીની છતમાં દારૂ છુપાવીને, તો ક્યારેક બાઇકની પેટ્રોલ ટાંકીમાં ગુપ્ત બોક્સ બનાવીને દારૂની તસ્કરી કરવાના કેસ સામે આવી ચૂક્યા છે, પરંતુ હવે દારૂના બુટલેગરોએ નાના સગીર બાળકોને પણ પોતાની આ તસ્કરીમાં સામેલ કરી લીધા છે.

આ ક્રમમાં સારણ જિલ્લામાં ઉત્તર પ્રદેશની સીમા પર સ્થિત માંઝી મદ્ય નિષેધ અને ઉત્પાદન ચેક પોસ્ટ પર તપાસના ક્રમમાં ઉત્તર પ્રદેશથી સવારી લઈને આવી રહેલી એક કોમર્શિયલ ગાડીની તપાસ દરમિયાન એક 7-8 વર્ષીય સગીર બાળકના ખોળામાં રાખેલા ટેડી બીયરનું રમકડું નજરે પડ્યું. જ્યારે ઉત્પાદકર્મીઓએ રમકડાં ટેડી બીયરને હાથોમાં ઉઠાવ્યું તો તે વજનમાં ભારે અનુભવાયું. ત્યારબાદ તેમણે ટેડી બીયરની હેન્ડહેલ્ડ સ્કેનરથી તપાસ કરીને અંદર શું છે તેની જાણકારી મેળવી.

જ્યારે તેની અંદર આપત્તિજનક સામાનની જાણકારી મળી તો આ ટેડી બીયરને પાછળથી ખોલ્યું તો અંદર છુપાવીને રાખેલા અંગ્રેજી દારૂના ઘણા બધા ટ્રેટ્રા પેક ભરેલા મળ્યા. સંભવતઃ રમકડાની અંદર દારૂ છપાવીને દારૂની તસ્કરી કરવાનો આ પહેલી ઘટના સામે આવી છે. તેનાથી પણ યુનિક વાત એ છે કે દારૂ બુટલેગર કાકાએ પોતાના માસૂમ ભત્રીજાના હાથોમાં આ ટેડી બીયર પકડાવી રાખ્યું હતું, જેથી કોઈને જરાય શંકા ન જાય.

જો હેન્ડહેલ્ડ સ્કેનરથી વાહનની તપાસ કરવામાં આવતી તો બાળક ટેડી બીયરને લઈને સાઇડ પર થઈ જતો, જેથી હેન્ડહેલ્ડ સ્કેનર તેને સ્કેન ન કરતું. તેનું વજન એટલું હતું કે બાળક આરામથી તેને ઉઠાવી લેતું. બાળકને વાહનથી ઊતારતી વખત તપાસ કર્મીઓએ પોતે જ ટેડી બીયર ઉઠાવી દીધું, ત્યારે તેમને તેનો વજન સામાન્યથી વધુ લાગ્યો, ત્યારે તેમણે આ ટેડી બીયરને અલગ રાખીને હેન્ડહેલ્ડ સ્કેનરથી તપાસ કરી તો તેમાં દારૂ છુપાવવાનો ખુલાસો થયો.

હેન્ડહેલ્ડ સ્કેનર ક્યારેય પણ કોઈ વ્યક્તિ પર લગાવી નહીં શકાય કેમ કે તેમાંથી નીકળતી કિરણ ખૂબ જ હાનિકારક હોય છે અને ખૂબ જ પ્રભાવશાળી હોય છે, જેથી લોખંડની મોટી મોટી પરતોને પણ ભેદી શકાય છે અને તેની અંદર શું રાખ્યું છે તેની જાણકારી મળી શકે. સારણ જિલ્લા મદ્ય નિષેધ અને ઉત્પાદ અધિક્ષક રજનીશે જણાવ્યું કે, આ પ્રકારે ટેડી બીયર રમકડામાં દારૂની તસ્કરી આંખોમાં ધૂળ નાખવા માટે અપનાવવામાં આવી હતી. ઉત્પાદકર્મીઓએ સગીર બાળક સાથે ચાલી રહેલા કાકાની ધરપકડ કરી લીધી અને સગીર બાળકને તેના પરિવારજનોને બોલાવીને તેની સાથે મોકલી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp