વ્યક્તિએ પૈસા માટે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં પોતાની મૃત માને ફરી મારી નાંખી

PC: postsen.com

બિહારના એક વ્યક્તિએ વળતર માટે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં પોતાની મૃત માતાને ફરીવાર મારી નાંખી હતી પરંતુ, તેનું જુઠાણુ પકડાઈ ગયુ અને હવે તેના માટે મુસીબત ઊભી થઈ ગઈ છે. રેલવે અધિકારીઓએ ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં પોતાની માતાના મોતનું નાટક કરનારા આરોપીની પોલ ખોલી નાંખી છે. રિપોર્ટ અનુસાર, પટનાના મૂળ નિવાસી સંજય કુમારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને મળવાનો પ્રયત્ન કર્યો અને વળતરના રૂપમાં નોકરી માંગવા માટે રેલ ભવન પણ ગયો હતો. તેનો દાવો હતો કે, તેની માતાનું ગત અઠવાડિયે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મોત થઈ ગયુ હતું.

આરોપીએ દાવો કર્યો હતો કે, તેની માતા કોરોમંડલ એક્સપ્રેસમાં એક યાત્રી હતી પરંતુ, અધિકારીઓ દ્વારા ટિકિટ વિવિરણ માંગવા પર વ્યક્તિ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો. જ્યારે તેણે અધિકારીઓને પોતાની મમ્મીની તસવીર આપી, તો તેઓ યાત્રિઓની વચ્ચે તેનો ચેહરો ઓળખવામાં નિષ્ફળ રહ્યા, ત્યારબાદ તેમને તેના પર શંકા થઈ. આગળ વિસ્તૃત પૂછપરછ પર, કુમારે સ્વીકાર કર્યો કે તેની મમ્મીનું 2018માં નિધન થઈ ગયુ હતું પરંતુ, રેલ મંત્રી દ્વારા બાલાસોર પીડિતોના પરિવારજનો માટે વળતરની જાહેરાત બાદ, તેણે તેનો ફાયદો ઉઠાવવા અને સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો.

આ બીજો નકલી મોતનો દાવો છે જે ગત અઠવાડિયાની દુઃખદ દુર્ઘટના બાદથી સામે આવ્યો છે. આ પહેલા, ઓડિશાના કટક જિલ્લાના બારંબા ક્ષેત્રની મહિલા ગીતાંજલિ દત્તાએ એવુ કહેતા પીડિત વળતરનો દાવો કરવાનો પ્રયત્ન કર્યો હતો કે, તેના પતિ બિજય દત્તાનું દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયુ હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલા બાલાસોરમાં નોર્થ ઓડિશા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બિઝનેસ પાર્કમાં એક અસ્થાયી મુર્દાઘરમાં આવી અને ત્યાં એક શવની ઓળખ પોતાના પતિના શવના રૂપમાં કરી. તેણે પોતાનો દાવો કરવા માટે બિજય દત્તાના નામથી એક આધાર કાર્ડ પણ રજૂ કર્યો પરંતુ, જ્યારે અધિકારીઓએ બારંબા પોલીસ સાથે સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે, તેનો પતિ જીવિત છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દંપત્તિ 13 વર્ષથી અલગ રહેતું હતું અને મહિલા વળતરની રકમ મેળવવા ખોટો પ્રયત્ન કરી રહી હતી. જ્યાં તેને ફટકાર લગાવીને જવા દેવામાં આવી, તેમજ ઘટના બાદ અલગ રહેતા પતિએ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી. જણાવી દઈએ કે, આ દર્દનાક દુર્ઘટનાના એક અઠવાડિયા બાદ પણ એમ્સ ભુવનેશ્વરમાં 80 કરતા વધુ શવ અજ્ઞાત પડ્યા છે. તેમાંથી મોટાભાગના શવ ક્ષત-વિક્ષત થઈ ગયા છે.

હવે ઓળખ માટે અધિકારી DNA પરીક્ષણો પર નિર્ભર છે કારણ કે, ઘણા પરિવાર કેટલાક શવો પર દાવો કરી રહ્યા છે. AIIMS ભુવનેશ્વરના એક અધિકારીએ કહ્યું, અમે આશરે 50 DNA નમૂના એકત્ર કર્યા છે. પહેલા બેચમાં, 29 નમૂના AIIMS દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને તેનો પરીક્ષણ રિપોર્ટ બે દિવસમાં આવવાની આશા છે. DNA રિપોર્ટ આવી ગયા બાદ અમે કેટલાક શવોને તેમના પરિવારને આપી શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp