મતદાન પછી લાગેલી ઈંકથી ઈન્ફેક્શન થતા વ્યક્તિએ 2 આંગળીઓ ગુમાવી

PC: news18.com

મત આપ્યા પછી આંગળી પર લાગતી ઈંકની સાથે લોકો સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા હોય છે. પણ આ ઈંક કેટલી ઘાતક થઇ શકે છે તેનો એક કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના આ મામલો છે. જ્યાં આ ઈંક લાગ્યા પછી વ્યક્તિને ઈન્ફેક્શન થવાને લીધે તેની આંગળીઓ ગુમાવવાનો વારો આવ્યો. PGI ચંડીગઢમાં યુવકની બંને આંગળીઓ કાપવામાં આવી છે.

આ પહેલા ચૂંટણી પંચ તરફથી આ ઈંકના વપરાશને સુરક્ષિત કહેવામાં આવી છે. પણ યુવકને ઈંક લાગ્યા પછી જ ઈન્ફેક્શન થયું હતું. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ધર્મપુર તાલુકાનો આ મામલો છે. જ્યાં બરોટી પંચાયતના 40 વર્ષીય સંજય કુમારને મતદાન સમયે લગાવવામાં આવેલી ઈંડેલીબલ વોટર ઈંકથી પોતાની આંગળીઓ ગુમાવવી પડી.

ગયા વર્ષે નવેમ્બર 2022માં હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થઇ હતી. આ દરમિયાન સંજયે પણ વોટ આપ્યો હતો. મતદાનના 15 દિવસ પછી તેની આંગળીમાં દુખાવો ઉપડ્યો અને આંગળીઓ કાળી પડવા લાગી. સંજય ડૉક્ટરોની પાસે પહોંચ્યો અને તેને જણાવાયું કે જો આંગળીઓ કાપવામાં ન આવી તો ઈન્ફેક્શન જીવલેણ બની શકે છે.

ધર્મપુર વિધાનસભા ક્ષેત્રના લંગેહડ ગામના સંજય કુમારના ડાબા હાથની આંગળી પર ઈંક લગાવવામાં આવી હતી. જેના 15 દિવસ પછી તેમાં ઘા દેખાવાના શરૂ થઇ ગયા. આંગળીના આગળના ભાગમાં કાળા નિશાન પડી ગયા. ડિસેમ્બરમાં સંજયે ચંડીગઢમાં ચેકઅપ કરાવ્યું. જ્યાં લગભગ 2 મહિના સારવાર ચાલી અને પછી તેની આંગળી કાપી નાખવામાં આવી. ઈન્ફેક્શનનો ગ્રોથ તપાસવા માટે ઘાને ખુલ્લો કરવામાં આવ્યો. પણ ત્યાર પછી ફરી ઈન્ફેક્શન વધ્યું તો તર્જની આંગળીની સાથે સાથે અનામિકા આંગળીને પણ કાપી નાખવામાં આવી.

ગામના પ્રધાન સંજય ઠાકુરે જણાવ્યું કે, સંજય કુમાર ગરીબ પરિવારમાંથી આવે છે. તેમનો પરિવાર BPL માં આવે છે. મનરેગાને કારણે પરિવારનું ગુજરાન ચાલે છે. સરકારે તેને અપંગતાનું પ્રમાણ પત્ર આપવાની સાથે સાથે શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમથી યોગ્ય આર્થિક મદદ આપવી જોઇએ.

શા માટે કાપવી પડી આંગળીઓ

સરકાઘાટની સિવિલ હોસ્પિટલમાં એસએમઓ ડૉ. દેશરાજ શર્માએ જણાવ્યું કે, દર્દીના લક્ષણ રેનોલ્ડ્સ ફિનોમિના કે થ્રોબોએંઝાઇટિસ ઓબલિટ્રાન્સથી મળતા આવે છે. ઈંડેલીબલ ઈંકમાં સિલ્વર નાઇટ્રેટ, ડાઇ અને અમુક અન્ય કેમિકલ હોય છે. જણાવીએ કે, આ ઈંકનો ઉપયોગ 1960થી દેશમાં ચૂંટણીઓ દરમિયાન થતો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp