મણિપુર હિંસા: 2 મહિના પછી CMને લાગે છે કે આની પાછળ વિદેશી હાથ, રાઉતે કહે- ચીન...

મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે કહ્યું કે 3 મેથી રાજ્યમાં ફેલાયેલી હિંસાની પાછળ વિદેશી હાથ હોય શકે છે. સમાચાર એજન્સી ANIના એક રિપોર્ટ મુજબ, મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે વંશીય અથડામણોમાં બહારના તત્વોનો હાથ હોય શકે છે અને તે 'પૂર્વ આયોજિત' હોવાનું જણાય છે. હવે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ચીનનું નામ લઇને કહ્યુ કે, મણિપુરની હિંસમાં ચીનનો હાથ છે. રાઉતે કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવ્યો હતો કે તમે ચીન સામે શું કાર્યવાહી કરી? સંજય રાઉતે કહ્યું હતુ કે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઇએ અને અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઇએ.

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યુ કે, મણિપુરની સરહદ મ્યાનમારની સાથે લાગે છે. ચીન પણ નજીક જ છે.CMએ કહ્યુ કે, અમારી 398 કિ.મીટરની સરહદ અસૂરક્ષિત છે. અમારી સરહદો પર સુરક્ષા દળો તૈનાત છે, પરંતુ એક મજબૂત અને વ્યાપક સુરક્ષા તૈનાત પણ આટલી વિશાળ સરહદને કવર ન કરી શકે.શકતી .જો કે, મણિપુરમાં જે કઇં થઇ રહ્યું છે તે જોતાં, નતો અમે તેને  નકારી શકીએ છીએ કે ન તો તેની પૃષ્ટિ કરી શકીએ છીએ. આ એક તે પૂર્વયોજિત કાવતરું લાગે છે પરંતુ કારણ સ્પષ્ટ નથી.

મુખ્યમંત્રી બીરેન સિંહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજ્યમાં શાંતિ  સ્થાપિત કરવા માટે બધા પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યુ કે મેં અમારા કુકી ભાઇઓ અને બહેનો સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું તું કે આવો માફ કરો અને ભૂલી જાઓ.મુખ્યમંત્રી બીરેન સિંહે રાહુલ ગાંધીની મણિપુર યાત્રા વખતે સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, રાજ્યમાં તેમની મુલાકાત એ રાજકીય એજન્ડા જેવી લાગે છે.

CM બીરેન સિંહે કહ્યુ કે અમે કોઇને રાજ્યમાં આવતા તો ન રોકી શકીએ, પરંતુ 2 મહિના થઇ ગયા, આ પહેલાં તેઓ કેમ ન આવ્યા?  રાહુલ ગાંધી એક કોંગ્રેસ નેતા છે, પરંતુ તેમણે કઇ હેસિયતથી મણિપુરની મુલાકાત લીધી? મને નથી લાગતું કે  એ યોગ્ય સમય હતો.મને એમ લાગ્યું છે કે તેઓ રાજકીય એજન્ડા માટે મણિપુરની મુલાકાતે આવ્યા હતા.

મણિપુરમાં મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલા વંશીય સંઘર્ષમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.