મણિપુર હિંસામાં 60 લોકોના મોત અને 231 ઇજાગ્રસ્ત, 1700 ઘર સળગીને થયા રાખ
મણિપુરમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી 60 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 231 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે સોમવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, કેટલાક ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર છે. ઘર્ષણ દરમિયાન લગભગ 1700 ઘરોને આઆગ લગાવી દેવામાં આવી, જેથી તેઓ સળગીને રાખ થઈ ગયા. 3 મેના રોજ થયેલી આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા દરમિયાન માર્યા ગયેલા બધા લોકો નિર્દોષ હતા. મણિપુરના લોકોને અપીલ કરું છું કે, ભાઈચારો બનાવી રાખે. આપણે બધાએ હળીમળીને શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
મુખ્યમંત્રી એન. બીરેન સિંહે કહ્યું કે, હિંસા ભડકાવનાર વ્યક્તિઓ અને ગ્રુપની જાણકારી મેળવવામાં આવશે. તેના માટે વહેલી તકે એક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. બીજા રાજ્યોના જે લોકો અહીં ફસાયા છે, તેમને પરત મોકલવા માટે સરકારે ઘણા બધા પગલાં ઉઠાવ્યા છે. આ લોકોને સુરક્ષિત પરત મોકલવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. તેઓ હિંસા પ્રભાવિત રાજ્યમાં સ્થિતિને સુધારવામાં મદદ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા સમર્થનને લઈને તેમના આભારી છે.
તેમણે કહ્યું કે, સ્થિતિ પર નજર રાખવા અને એ સુનિશ્ચિત કરવા માટે રાજ્યમાં આગળ કોઈ હિંસા ન થાય. હું સતત ગૃહ મંત્રીના કાર્યાલયના સંપર્કમાં છું. મણિપુરથી સિક્કિમના 128 વિદ્યાર્થીઓને સોમવારે પરત લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મણિપુરમાં ફસાયેલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના ‘ઓપરેશન ગુરાસ’ હેઠળ પાછા લાવવામાં આવ્યા છે. તો રાજસ્થાન સરકાર દ્વારા મણિપુરમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવા માટે ઇન્ડિગો એરલાઇન્સના માધ્યમથી 2 વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને પ્રશાસને એડવાઇઝરી જાહેર કરી છે. તે મુજબ, જો કોઈ વિદ્યાર્થી મદદ ઈચ્છે છે તો મોબાઈલ નંબર 98169 66635 કે 0177 266988 પર સંપર્ક કરી શકે છે. હિંસા પ્રભાવિત મણિપુરમાં સોમવારે સવારે થોડા કલાકો માટે કર્ફ્યૂમાં ઢીલ આપી છે. તેની સાથે જ જનજીવન ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઇમ્ફાલમાં લોકો જરૂરી સામાન ખરીદવા માટે પોતાના ઘરોમાંથી નીકળ્યા. કર્ફ્યૂમાં ઢીલ દરમિયાન દરમિયાન સેનાના ડ્રોન અને હેલિકોપ્ટરો દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp