મણિપુર હિંસા પર સોનિયા ગાંધી વીડિયો સંદેશ આપતા બોલ્યા- એક માતાના રૂપમાં પોતાના..

PC: newindianexpress.com

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મણિપુરમાં હિંસા પર દુઃખ વ્યક્ત કરતા બુધવારે કહ્યું હતું કે, તેણે રાષ્ટ્રની અંતરાત્મા પર ઊંડો આઘાત કર્યો છે. તેમણે રાજ્યના લોકોને શાંતિ અને સૌહાર્દની અપીલ કરી અને આશા વ્યક્ત કરી કે મણિપુરના લોકો આ દુર્ઘટનાથી બહાર આવશે. કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીએ વીડિયો સંદેશમાં કહ્યું કે, મણિપુરના પ્રિય ભાઈઓ અને બહેનો, છેલ્લા લગભગ 50 દિવસોથી આપણે મણિપુરમાં એક મોટી માનવીય દુર્ઘટના જોઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, આ હિંસાએ તમારા રાજ્યમાં હજારો લોકોનું જીવન ઉજાડી દીધું છે. આ ઘટનાએ રાષ્ટ્રની અંતરાત્મા પર એક ઊંડો આઘાત કર્યો છે. તેમનું કહેવું હતું કે, મારી એ બધા પ્રત્યે ઊંડી સંવેદના છે, જેમણે આ હિંસામાં પોતિકાઓને ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે, મને એ જોઈને ખૂબ દુઃખ થાય છે કે લોકો એ જગ્યાને છોડીને જવા માટે મજબૂર છે, જેને તેઓ પોતાનું ઘર કહે છે. પોતાના જીવનભરનું બનાવેલું બધુ પાછળ છોડીને જાય છે. શાંતિપૂર્વક એક-બીજા સાથે રહેનારા આપણાં ભાઈ-બહેનોને એક-બીજા વિરુદ્ધ થતા જોવું ખૂબ દુઃખદ છે.

સોનિયા ગાંધીના જણાવ્યા મુજબ, મણિપુરના ઇતિહાસમાં અલગ અલગ જાતિ, ધર્મ અને પૃષ્ઠભૂમિના લોકોને ગળે લગાવવાની શક્તિ અને ક્ષમતા છે. આ એક વિવિધ સમાજની સંભાવનાઓનું પ્રમાણ છે. ભાઇચારાની ભાવના જીવિત રાખવા માટે વિશ્વાસ અને સદ્વભાવનાની જરૂરિયાત હશે, તો નફરત અને વિભાજનની આગને ભડકાવવા માટે માત્ર એક ખોટા પગલાંની. તેમણે કહ્યું કે, એક માતાના રૂપમાં તેમના દર્દને સમજુ છું. હું તમને એ નિવેદન કરું છું કે, હું તમને બધાને નિવેદન કરું છું કે પોતાની અંતરાત્માનો અવાજ ઓળખો. મને આશા છે કે આગામી સમયમાં પરસ્પર વિશ્વાસને મજબૂતીથી પુનર્નિર્માણ કરીશું.

સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે, મણિપુરના લોકો પાસે ખૂબ આશા છે અને તેમના ઉપર ખૂબ વિશ્વાસ છે. હું જાણું છું કે આપણે બધા મળીને આ પરીક્ષાના સમયને પણ પાર કરી લઈશું. મણિપુરમાં મેઇતી અને કુકી સમાજ વચ્ચે એક મહિના અગાઉ ભડકેલી હિંસામાં 100 કરતા વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાના મેઇતી સમાજની માગના વિરોધમાં 3 મેના રોજ પર્વતીય જિલ્લામાં આદિવાસી એકજૂથતા માર્ચનું આયોજન બાદ હિંસક ઘર્ષણો શરૂ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp