સુકેશનો વધુ એક લેટર બોમ્બ-તિહાડમાં મનીષ સિસોદિયાને મળી રહી છે VVIP સર્વિસ

PC: jsnewstimes.com

દિલ્હીની આબકારી નીતિમાં કૌભાંડને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તિહાડ જેલમાં બંદ છે. આ જેલમાં ઠગ સુકેશ ચંદ્રશેખર પણ બંધ છે. સુકેશ ચંદ્રશેખર તરફથી દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને વધુ એક ચિઠ્ઠી લખવામાં આવી છે. જેમાં તેણે મનીષ સિસોદિયાને જેલમાં VVIP ટ્રીટમેન્ટ આપવાના ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે જ ઉપરાજ્યપાલ પાસે માગ કરી છે કે, તેઓ આ આખા મામલાની તપાસ કરાવે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે.

તેણે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાની અસુરક્ષાની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. ઉપરાજ્યપાલને લખેલી ચિઠ્ઠીમાં ચંદ્રશેખરે દાવો કર્યો છે કે, મનીષ સિસોદિયાને તિહાડ જેલના વોર્ડ નંબર-9માં રાખવામાં આવ્યા છે, જે સૌથી VVIP વોર્ડ છે. આ વોર્ડ-9માં સુબ્રતો રાય સહારા, અમર સિંહ, એ. રાજા, સુરેશ કલમાડી, સંજય ચંદ્રા જેવા કેદીઓને રાખવામાં આવ્યા હતા. સુકેશ ચંદ્રશેખરે પોતાની ચિઠ્ઠીમાં આગળ કહ્યું કે, જેલ પ્રશાસન પૂરી રીતે આમ આદમી પાર્ટીના હાથની કઠપૂતળી બની ચૂક્યું છે.

સત્યેન્દ્ર જૈન જેલ કર્મચારીઓ પર નિયંત્રણ રાખે છે. મનીષ સિસોદિયાના ટ્વીટર હેન્ડલથી આજે કરવામાં આવેલી ટ્વીટમાં લખ્યું છે કે, સાહેબ જેલમાં નાખીને મને કષ્ટ પહોંચાડી શકે છે, પરંતુ મારા હોસલાને તોડી નહીં શકે, કસ્ટ અંગ્રેજોએ પણ સ્વતંત્ર સેનાનીઓને આપ્યા, પરંતુ તેમના હોસલા ન તૂટ્યા. આ અગાઉ તેમણે ટ્વીટ કરી હતી કે, ‘આજ સુધી સાંભળ્યું હતું કે દેશમાં શાળા ખૂલે છે, તો જેલ બંધ થાય છે, પરંતુ હવે આ લોકોએ તો દેશમાં શાળા ખોલનારાઓને જ જેલમાં બંધ કરવાની શરૂઆત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાને CBI બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રીમાંડમાં મોકલવામાં આવ્યા છે. તો CBIની ધરપકડ વિરુદ્ધ તેમની જામીન અરજીને સુનાવણી માટે 21 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે. બીજી તરફ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના રાઉજ એવેન્યૂ કોર્ટમાં 10 માર્ચની ઉપસ્થિતિ દરમિયાન સિસોદિયાની ધરપકડ પર મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું કે, સત્યની જીત થઈ છે, હવે આગામી વારો કેજરીવાલનો છે. આ કેસમાં કેજરીવાલ વજીર છે, એક-એકનો પર્દાફાસ કરીશ. આ કેસમાં હજુ વધારે ધરપકડ થશે.

અરવિંદ કેજરીવાલ પોતાના ટાસ્કને સારી રીતે નિભાવી રહ્યા છે. આબકારી નીતિ સાથે મારું કોઈ લેવું-દેવું નથી. સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગરીબ બાળકોના અભ્યાસમાં કૌભાંડ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેનાથી થોડા દિવસ અગાઉ ઉપરાજ્યપાલને લખેલી ચિઠ્ઠીમાં દાવો કર્યો હતો કે, પહેલા બાળકોને ટેબલેટ વહેચવાને લઈને જે ડ્રાફ્ટ તૈયાર થયો હતો, તેનું ટેન્ડર 20 ટકા વધારે આપવાની લાલચમાં બીજી કંપનીને આપી દેવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp