
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ છે. એવામાં આમ આદમી પાર્ટી (AAP)એ હાલમાં જ એવો દાવો કર્યો હતો કે, જેલમાં મનીષ સિસોદિયાની હત્યા કરાવી શકાય છે. આમ આદમી પાર્ટીના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મનોજ તિવારીનું નિવેદન સામે આવ્યું છે. મનોજ તિવારીએ કહ્યું કે, દિલ્હીની જેલો દિલ્હી સરકારને આધીન આવે છે એટલે કે અરવિંદ કેજરીવાલને આધીન. મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલના ઘણા રહસ્ય જાણે છે.
મનોજ તિવારીએ કહ્યું કે, તેમના પોતાના સહયોગી મનીષ સિસોદિયાને જેલની અંદર જીવનું જોખમ કઈ રીતે હોય શકે છે? શું અરવિંદ કેજરીવાલ મનિષ સિસોદિયા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે? શું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા મારવાનું ષડયંત્ર રચી રહ્યા છે? કેમ કે તેઓ તેમના રહસ્યોને ઉજાગર કરી શકે છે? એવી ધારણાઓ બનાવવામાં આવી રહી છે કે, મનીષ સિસોદિયાને ભાજપથી જોખમ છે. હું જેલ અધિકારીઓને મનીષ સિસોદિયાને સર્વોતમ સુરક્ષા પ્રદાન કરવાની અપીલ કરું છું.
Delhi jails come under Delhi govt, that means Arvind Kejriwal. Manish Sisodia knows a lot of secrets of Arvind Kejriwal. How can his own aide Manish Sisodia have a threat to life inside jail? Is Arvind Kejriwal conspiring against Manish Sisodia?: Manoj Tiwari, BJP MP pic.twitter.com/w2uuVlPsLd
— ANI (@ANI) March 8, 2023
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, મનીષ સિસોદિયા સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને તિહાડ જેલમાં મનીષ સિસોદિયાની હત્યા થઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, મનીષ સિસોદિયાને તિહાડ જેલની એ સેલમાં રાખવામાં આવ્યા, જ્યાં સૌથી વધુ ખૂંખાર અને વ્યવસાયી ગુનેગાર બંધ છે. તેમને તેની પાછળ મોટું ષડયંત્ર લાગી રહ્યું છે. મનીષ સિસોદિયાની હત્યા થઈ શકે છે. હોળીના દિવસે તો દુશ્મન ગળે પણ મળી જાય છે, પરંતુ મોદી સરકાર હોળીના દિવસે પોતાના રાજનૈતિક દુશ્મનોની હત્યાની પ્લાનિંગ કરી રહી છે.
સંજય સિંહે જેવા જ આરોપ લગાવ્યા, ત્યારબાદ ભાજપે પણ જવાબ આપ્યો. ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, મનીષ સિસોદિયાની હત્યાની આશંકા તો તેમને પણ છે, પરંતુ આ હત્યા આમ આદમી પાર્ટી જ કરાવી શકે છે કેમ કે અરવિંદ કેજરીવાલને પોતાના રહસ્ય ખુલવાનો ડર છે અને તિહાડ જેલ પણ દિલ્હી સરકારના અંડરમાં આવે છે. મનોજ તિવારીએ કહ્યું કે, મનીષ સિસોદિયાને તિહાડ જેલમાં હાઇ સિક્યોરિટી મળવી જોઈએ. તો જેલ પ્રશાસને આમ આદમી પાર્ટીના આરોપોનું ખંડન કર્યું છે.
જેલ પ્રશાસનનું કહેવું છે કે, જેલમાં તેમને રાખવાને લઈને લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા છે. તિહાડ જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, મનીષ સિસોદિયાને તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને અલગ વોર્ડ આપવામાં આવ્યો છે. જેલ નંબર-1માં ઓછા કેદી હોવાના કારણે મનીષ સિસોદિયાને ત્યાં રાખવામાં આવ્યા છે. સિસોદિયા સાથે બંધ કોઈ પણ કેદી ગેંગસ્ટર નથી અને જેલમાં તેમનો વ્યવહાર સારો છે. એક અલગ સેલ હોવાના કારણે સિસોદિયા ધ્યાન લગાવવા જેવા બીજા કામ કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના કરી શકે છે. બધી વ્યવસ્થાઓ જેલના નિયમના હિસાબે કરવામાં આવી, જેથી સિસોદિયાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp