દેશમાં અચાનક હાર્ટ એટેકથી કેમ થઈ રહ્યા છે લોકોના મોત? મનસુખ માંડવિયાએ આપ્યો જવાબ

PC: thestatesman.com

રાઈઝિંગ ઈન્ડિયાના મંચ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે કોરોના મહામારી બાદ અચાનક હાર્ટ એટેક આવવાથી થઈ રહેલા મોતો પર ICMR તપાસ કરી રહી છે. 2 મહિનામાં આ રેપોર્ટ આવશે. ત્યારબાદ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં લોકો અને લોકતંત્ર બંનેનું સ્વાસ્થ્ય ટ્રેક પર છે. દેશ આગળ વધી રહ્યો છે. અંતિમ પંક્તિમાં બેઠા વ્યક્તિને પણ લાગે છે કે સરકાર તેના માટે કામ કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી માનસુખ માંડવિયાએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન વેક્સીનની બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો વ્યક્ત કર્યો, પરંતુ વિપક્ષે વેક્સીન પર સવાલ ઉઠાવ્યા.

ભારતમાં બનેલી વેક્સીને દેશ જ નહીં, પરંતુ આખી દુનિયાના લોકોના જીવ બચાવ્યા છે. ભ્રષ્ટ લોકોને બચાવવાની નીતિ મોદીજીની નથી, પરંતુ જેના જેવા ચશ્મા, તે તેવું જોઈ રહ્યા છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે, કોર્ટ પર ભરોસો હોવો જોઈએ. કેટલાક લોકો પર કોર્ટે કાર્યવાહી કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજામાં સરકારની કોઈ ભૂમિકા નથી. તેમને સજા કોર્ટે આપી છે. રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતાનો દોષ સરકારને આપી રહ્યા છે. તેમને લાગે છે કે, બધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ કરાવી રહ્યા છે.

કર્ણાટકમાં ભાજપ જ સરકાર બનાવશે. રાહુલ ગાંધી, ભાજપને ચૂંટણી જીતાડશે. મનસુખ માંડવિયાએ કહ્યું કે, તપાસ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. જો તમે કંઈ કર્યું નથી તો આટલો હોબાળો કરવાની શું જરૂરિયાત છે? તપાસ કરવા દો, સત્ય નીકળીને આવી જશે. અમિત શાહ જ્યારે ગુજરાતમાં ગૃહ મંત્રી હતા તો તેમને જેલ મોકલવામાં આવ્યા હતા, મોદીજીની પણ કલાકો પૂછપરછ થઈ હતી, તેઓ ચોખ્ખા હતા તો નીકળીને આવી ગયા, અમે તો કોઈ હોબાળો ન કર્યો.

જો વિશેષજ્ઞોની વાત કરીએ તો તેઓ કહી રહ્યા છે કે બદલાતું હવામાન હાર્ટ એટેક જેવી ઘટનાઓનું મોટું કારણ છે. તેમનું કહેવું છે કે પહેલા હાર્ટ એટેકથી 60 વર્ષની ઉંમરના લોકો શિકાર થતા હતા, પરંતુ હવે યુવાનોમાં આ પરેશાની ખૂબ ઝડપથી વધી રહી છે. જો કે, તેમનું એમ પણ કહેવું છે કે કોરોના વાયરસન કારણે પણ લોકોમાં એવી સમસ્યાઓ થઈ રહી છે જે હાર્ટ એટેકનું કારણ બની રહી છે. નાગપુરના બાળરોગ વિશેષજ્ઞ ડૉ. અવિનાશ ગાવંડેએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગનું ખૂબ ઘાતક પરિણામ થઈ રહ્યું છે, રોજ હવામાન બદલાતું રહે છે, હવામાનમાં સતત બદલાવથી લોકો હાર્ટ એટેક અને હાર્ટ ફેલના શિકાર થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp