આત્મહત્યા પહેલા લખ્યું- મોટા ભાઈએ દગો આપીને પચાવી લીધું 50 કિલો સોનું અને...

ઝાંસીમાં પારિવારિક સંપત્તિના વિવાદનો કેસ હારવાથી પરેશાન વેપારી સોમવારે મોડી રાત્રે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ફાંસી લગાવવા પહેલા તેણે 2 પાનાંની સ્યૂસાઇડ નોટ લખી, જેમાં તેણે પોતાના મોત માટે મોટા ભાઈ અનિલ ગોયલ, તેની પત્ની, ભત્રીજ પ્રિન્સ અને માસો ઓમી ચૌધરીને જવાબદાર ઠેરવ્યા છે. કોતવાલી પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કોતવાલીના આંતિયા તળાવના લોહા મંડીના રહેવાસી અજીત ગોયલ ઉર્ફે બન્ટુ (ઉંમર 52 વર્ષ)ની મહાનગરમાં પ્રતિષ્ઠિત વેપારીઓમાં ગણતરી થતી હતી.

આંતિયા તળાવની બરાબર બાજુમાં તેનું ગોયલ હાઉસ નામથી માર્બલ અને ટાઇલ્સનો મોટો શોરૂમ છે. તેના મોટા ભાઈની દુકાન પણ પાસે જ છે. પરિવારજનોનું કહેવું છે કે, બંને ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી દુકાન, ઘર સહિત અન્ય સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વારસાઇના આધાર પર અજીતના ભાઈએ બધી સંપત્તિ પોતાના નામે કરાવી લીધી હતી. અજીત પર દુકાન અને ઘર ખાલી કરાવવાનો દબાવ બનાવવામાં આવી રહ્યો હતો. અજિતે વારસાઇને નકલી ઠેરવતો કેસ દાખલ કર્યો હતો, પરંતુ ગત દિવસોમાં કોર્ટે તેની અપીલ ફગાવી દીધી. કેસ હારવાથી અજીત પરેશાન હતો.

સોમવારે તેની પત્ની મઉરાનીપુર સ્થિત પોતાના પિયરે ગઈ હતી. રાત્રે અજિતે ઘરમાં ફાંસી લગાવી લીધી. રાત્રે પત્ની ઘરે ફરી, તેણે દરવાજો ખોલવા માટે અવાજ લગાવ્યો, પરંતુ બન્ટુ પોતાની રૂમ બહાર ન નીકળ્યો. ઘણા સમય સુધી અવાજ લગાવ્યા બાદ પણ જ્યારે દરવાજો ન ખૂલ્યો તો પોલીસને જાણકારી આપવામાં આવી. પોલીસે પહોંચીને દરવાજો તોડ્યો. અંદર અજીત ફાંસી પર લટકી રહ્યો હતો. પોલીસે શબને નીચે ઉતારીને કબજે લઈ લીધું.

પોલીસ અધિકારી સંજય ગુપ્તાના જણાવ્યા મુજબ, કેસની તપાસ કરવામાં આવી રહી છે. માર્બલ વેપારીનું આટલું મોટું પગલું ઉઠાવવા પહેલા 2 પાનાંની સ્યૂસાઇડ નોટ લખી હતી. સ્યૂસાઇડ નોટમાં તેણે પોતાના મોટા ભાઈ પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવતા પત્ની અને દીકરીઓને ન્યાય અપાવવાની માગ કરી. સ્યૂસાઇડ નોટમાં અજીતે લખ્યું કે, મોટો ભાઈ અનિલ, તેની પત્ની વીણા, ભત્રીજો પ્રિન્સ ત્રણેય બેઈમાન થઈ ગયા. પિતા રમેશ ગોયલની પણ 2 વર્ષ પહેલા મોત થઈ ગયું હતું.

તેણે પિતાના મોતની જાણકારી ભાઈ અનિલને ફોન કરીને આપી તો અંતિમ સંસ્કાર કરવા આવવાની ના પાડી દીધી. તે પિતાના અંતિમ સંસ્કારમાં ન આવીને પોતાના પિતાના ઘરે પહોંચી ગયો અને ત્યાંથી સાળાની મદદથી ઘરમાં રાખેલું 50 કિલો સોનું અને 10 ક્વિન્ટલ ચાંદી (લગભગ 30 કરોડ) પચાવી પાડ્યું. પિતા રમેશ બરૂઆસાગરમાં ઘરેણાં ગીરવે રાખવા અને વ્યાજ પર પૈસા આપવા જેવા કામ કરતા હતા. આ આખો હિસાબ-કિતાબ રજીસ્ટરમાં રહેતો હતો. આ રજીસ્ટર પણ ભાઈએ છેટાઈને પોતાની પાસે રાખી લીધું.

એ સિવાય નકલી વારસાઈ તૈયાર કરીને તેને પૂરી સંપત્તિથી બેદખલ કરી દીધો. જ્યાંતે તેની જાણકારી મળી તો તેણે કોર્ટમાં અપીલ કરી પણ, આ અપિલને કોર્ટે થોડા દિવસ અગાઉ ફગાવી દીધી. તેનાથી અજીત માનસિક રૂપે પરેશાન થઈ ગયો. પરિવરાજનોનું કહેવું છે, અપીલ ફગાવ્યા બાદ તેના ઉપર ઘર અને દુકાન પણ તાત્કાલિક ખાલી કરવાનો દબાવ બનાવવામાં આવી રહ્યો હતો. તેણે પોતાના સ્યૂસાઇડ નોટમાં વેપારી પોતાના સગા-સંબંધીઓ અને અન્ય જનતા લોકોને પત્ની અને દીકરીઓને ન્યાય અપાવવાની માગ કરી હતી.

વેપારીના મોત બાદની સૂચના મંગળવારે સવારે શહેરના લોકોને લાગી. થોડા જ સમયમાં તેના ઘર પર મોટી સંખ્યામાં ઘરના લોકો જમા થઈ ગયા. બધા અજીતના આ પગલાથી હતપ્રભ હતા. વેપારીઓનું કહેવું હતું કે, અજીત મોટા ભાગે પોતાની સાતે થયેલી છેતરપિંડીની વાત કરતો હતો, પરંતુ આટલું મોટું પગલું ઉઠાવી લેશે તેના કોઈને અણસાર નહોતા. અજીતના મોત બાદ તેના પાડોશમાં રહેતા ભાઈના ઘર પર તાળું લાગેલું દેખાયું. કોઈ પણ તેની બાબતે કહી શકતું નહોતું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.