મિથિલેશ ભાટીના કારણે તૂટ્યા સંબંધ, સીમાની પાડોશી પર કેસ કરશે સચિનનો ભાઈ

PC: odishatv.in

‘લપ્પુ સા સચિન, ઝીંગુર સા લડકા’વાળા નિવેદને મિથિલેશ ભાટીને સોશિયલ મીડિયા પર ભલે રાતો રાત નવી ઓળખ આપવી દીધી હોય, પરંતુ તેનું આ નિવેદન સચિન નામવાળા ઘણા લોકો માટે પરેશાનીનું કારણ બની ગયું છે. એવો દાવો છે કે, મિથિલેશ ભાટીના આ નિવેદનના કારણે એક યુવકના સંબંધ તૂટી ગયા. હવે આ યુવકના ભાઈએ આ બાબતે મિથિલેશ ભાટી વિરુદ્ધ કેસ દાખલ કરવાની વાત કહી.

એક લોકલ ટી.વી. ચેનલ સાથે વાત કરતા એક યુવકે દાવો કર્યો કે, મિથિલેશ ભાટીના ‘લપ્પુ સા સચિન, ઝીંગુર સા લડકા’વાળા નિવેદને તેમને ખૂબ પ્રોબ્લેમ ફેસ કરવો પડશે. તેમણે કહ્યું કે, મિથિલેશ ભાટીના આ નિવેદનના કારણે તેના ભાઇનો સંબંધ જ તૂટી ગયા. એટલું જ નહીં, જ્યારે પણ તેનો ભાઈ ઘરથી નીકળે છે કે રમવા જાય છે તો પાડોશના લોકો અને બાળકો ‘લપ્પુ સા સચિન, ઝીંગુર સા લડકા’ કહીને મજાક ઉડાવે છે અને ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરે છે.

તેના કારણે તેના ભાઈએ શરમથી ઘરથી નીકળવાનું જ બંધ કરી દીધું છે. યુવકે કહ્યું કે, તે આ બાબતે મિથિલેશ ભાટી વિરુદ્ધ કેસ દાખલ કરશે. સચિન નામ હોવાના કારણે જ બધા પ્રોબ્લેમ થઈ રહી છે. સચિન નામ લઈને જ મિથિલેશ ભાટીએ આખો વિવાદ ઉત્પન્ન કરી દીધો છે. મિથિલેશ ભાભીએ તો કહી દીધું, પરંતુ હવે તે તેના પર માફી માગવા તૈયાર પણ નથી. પાકિસ્તાનની રહેવાસી કરાચીની રહેવાસી 30 વર્ષીય સીમા હૈદરની ભારતમાં એન્ટ્રી બાદ સચિન મીણાની પાડોશી મિથિલેશ ભાટી પણ સોશિયલ મીડિયામાં છવાઈ છે.

સીમા અને સચિન પર કમેન્ટ કરીને મિથિલેશ ‘મીમ ક્વીન’ બની ગઈ છે. તેનો ‘લપ્પુ સા સચિન, ઝીંગુર સા લડકા’વાળા નિવેદન ઇન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક અને ટ્વીટર પર ખૂબ વાયરલ થયું હતું. જો કે, તેને લઈને વિવાદ વધવા પર સીમા હૈદરે મિથિલેશ ભાટી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી હતી. સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના મીમ અને વીડિયો વાયરલ થયા.

આ દરમિયાન સચિનની પાડોશી મિથિલેશ ભાટીએ સીમા અને સચિન પર કમેન્ટ કરતા કહ્યું કે, ‘ક્યાં હૈ સચિનમાં, લપ્પુ સા સચિન હૈ. મુંહથી બોલના આવે ના, બોલતા વો હૈ ના, ઝીંગુર સા લડકા, ઉસસે પ્યાર.’ ગ્રેટર નોઇડામાં રબૂપુરા પાસે મ્યાના ગામના રહેવાસી મિથિલેશનો આ કમેન્ટવાળો વીડિયો સોશિયલ મીડિયા પર રાતો રાત એટલો વાયરલ થઈ ગયો કે મિથિલેશ ભાટીને વિસ્તારમાં જ નહીં આખા દેશમાં એક નવી ઓળખાણ અપાવી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp