ગર્લફ્રેન્ડ સાથે સંસાર શરૂ કરવા આમિરમાંથી અમિત બનવા તૈયાર થયો પરિણીત યુવક

PC: opindia.com

ગાજિયાબાદની એક પ્રાઇવેટ કંપનીમાં કાર્યરત મુગલપુરાના આમિરે ઇસ્લામ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવા માટે ડીએમને પ્રાર્થના કરી છે. તેણે જણાવ્યું કે, તે આમિરની જગ્યાએ પોતાનું નામ અમિત માહેશ્વરી રાખવા માંગે છે. પોલીસની તપાસમાં જાણકારી મળી કે, આમિર એક દીકરીનો પિતા છે.

ગાજિયાબાદની એક પ્રાઇવેટ કંપનીમાં કાર્યરત મુગલપુરાના આમિરે ઇસ્લામ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવા માટે ડીએમને પ્રાર્થના કરી છે. તેમા તેણે જણાવ્યું કે, તે આમિરની જગ્યાએ પોતાનું નામ અમિત માહેશ્વરી રાખવા માંગે છે. પોલીસની તપાસમાં જાણકારી મળી કે, આમિર એક દીકરીનો પિતા છે. આમિરની પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ ગર્લફ્રેન્ડ સાથે રહેવા માટે ધર્મ પરિવર્તનનું નાટક કરી રહ્યો છે.

સુરક્ષાની દ્રષ્ટિથી એસપીએ તેના ઘરે ફોર્સ લગાવી દીધી છે. મુગલપુરા પ્રિન્સ રોડનો રહેવાસી આમિર ગાજિયાબાદની એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ એક્ઝીક્યુટિવ છે. તેણે મુસ્લિમમાંથી હિંદુ ધર્મ અપનાવવા માટે ત્રણ જુલાઈએ ડીએમ ઓફિસમાં પ્રાર્થનાપત્ર આપ્યો હતો. ડીએમએ આ મામલામાં એડીએમ સિટી અને એસપી સિટીને તપાસના નિર્દેશ આપ્યા. પ્રાર્થનાપત્રમાં આમિરે લખ્યું છે કે, તે હિંદુ ધર્મમાં આસ્થા ધરાવે છે. તે પોતાની ઇચ્છાથી કોઇપણ પ્રકારના દબાણ વિના હિંદુ ધર્મ અપનાવવા માંગે છે. તે પોતાનું નામ બદલીને અમતિ માહેશ્વરી રાખવા માંગે છે. તેણે ડીએમ પાસે સુરક્ષાની પણ માંગ કરી. પોલીસની તપાસમાં જાણકારી મળી કે, આમિર પરીણિત છે.

તેના લગ્ન ફેબ્રુઆરી 2022માં લાકડી વાલાન નિવાસી ગુલશફાં સાથે થયા હતા. તેની ચાર મહિનાની દીકરી પણ છે. પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ કટ્ટર મુસ્લિમ છે. તે હિંદુઓને નફરત કરે છે પરંતુ, 2014થી તે એક હિંદુ છોકરી સાથે વાતચીત કરે છે. આ મામલાની જાણકારી મળવા પર તેણે પતિની પૂછપરછ કરી અને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તે છૂપાઇને વાતચીત કરે છે. તેને ખબર નથી કે, હિંદુ છોકરી આવુ કરવા પર લવ જેહાદમાં ફસાવી દેશે. તે હિંદુ ગર્લફ્રેન્ડ સાથે સંસાર શરૂ કરવા માટે નાટક કરી રહ્યો છે. આ મામલામાં પત્નીએ પણ ડીએમ ઓફિસમાં પતિ વિરુદ્ધ પ્રાર્થનાપત્ર આપ્યો છે. શહેરમાં ધર્મ પરિવર્તનના મામલા સામે આવવા પર આમિર ઘરેથી ગાયબ થઈ ગયો છે. તે કોઇનો ફોન રિસીવ નથી કરી રહ્યો. તેની પત્ની ગુલશફાંએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ મામલામાં ન્યાય અપાવવાની વિનંતી કરી છે જેથી તેનું ઘર તૂટતા બચી શકે.

આમિરની ગર્લફ્રેન્ડ કાસગંજની રહેવાસી છે પરંતુ, બંનેની મુલાકાત મુરાદાબાદમાં થઈ હતી. ગર્લફ્રેન્ડે શહેરની એક એન્જિનિયરીંગ કોલેજમાંથી બીટેકનો અભ્યાસ કર્યો છે. 2014માં બંનેની મિત્રતા થઈ હતી. વર્તમાનમાં ગર્લફેન્ડ નોયડા સ્થિત એક કંપનીમાં જોબ કરે છે. આમિરની પત્નીએ જણાવ્યું કે, આમિર પોતાનું નામ અમિત માહેશ્વરી નામ એટલા માટે રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે કારણ કે, ગર્લફેન્ડનું ટાઇટલ પણ માહેશ્વરી છે. તે ધર્મ પરિવર્તનનું નાટક કરી રહ્યો છે. જો કોઈ હિંદુમાંથી મુસ્લિમ અથવા મુસ્લિમમાંથી હિંદુ બનવા માંગે છે તો તેને કોઈ અધિકારીના આદેશની જરૂર નથી હોતી. તે તેનો અંગત મામલો છે પરંતુ, તપાસમાં આવ્યું છે કે, પરિણીત આમિર નાટક કરી રહ્યો છે. આ મામલામાં તેની પત્નીએ પણ પ્રાર્થનાપત્ર આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp