ભાભી સાથે લગ્ન કર્યા, ગર્લફ્રેન્ડ સાથે પણ સાત ફેરા, ખબર પડતાં એકને મારી નાખી

PC: newstracklive.com

બિહારની રાજધાની પટનામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જક્કનપુર વિસ્તારમાં બે મહિલાઓ સાથે લગ્ન કરનાર ઓટો ડ્રાઈવર ખૂની બની ગયો. આરોપીએ પહેલા તેની ભાભી સાથે લગ્ન કર્યા, પછી તેની ગર્લફ્રેન્ડ સાથે પણ સાત ફેરા લીધા. ગર્લફ્રેન્ડને જ્યારે તેના પહેલા લગ્નની ખબર પડી ત્યારે ઓટો ડ્રાઈવરે તેની હત્યા કરી નાખી. પછી લાશને બોરીમાં બાંધીને ગંગા નદીમાં ફેંકી દીધી. આ ઘટના 23 જૂનની રાત્રે બની હતી. આ કેસમાં જક્કનપુર પોલીસ સ્ટેશનની પોલીસે આરોપી ઉમેશ પાસવાન (25)ની ધરપકડ કરી છે. તે મૂળ પુનપુનનો છે.

આરોપી પટનાના જક્કનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની જનાર્દન ગલીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેની પાસેથી ઓટો પણ મળી આવી હતી, જેમાં તે સુનીતાના મૃતદેહને JP પુલ સુધી લઈ ગયો હતો અને ત્યાંથી તેને ગંગા નદીમાં ફેંકી દીધો હતો. સુનિતાના માતા-પિતાનો આરોપ છે કે, ઉમેશે તેની હત્યા કરીને તેનો મૃતદેહ ગાયબ કરી દીધો હતો. જક્કનપુરના SHO સુદામા સિંહના જણાવ્યા અનુસાર, સુનીતાની માતા અને દાનાપુરની રહેવાસી આશા દેવીએ સુનીતાના મૃત્યુ અંગે દહેજ હત્યાનો કેસ દાખલ કર્યો છે.

આરોપીએ ત્રણ મહિના પહેલા જ સુનીતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારથી તે તેની સાથે જક્કનપુરમાં ભાડાનું મકાન લઈને રહેવા લાગ્યો હતો. લગ્ન પછી સુનીતાને ખબર પડી કે, ઉમેશે તેની ભાભી સાથે પણ લગ્ન કર્યા છે. તેના ભાઈનું છ વર્ષ પહેલા અવસાન થયું હતું. આ અંગેની માહિતી મળતાં જ સુનીતા અને ઉમેશ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. તે ઉમેશને ભાભીથી દૂર રહેવા કહેતી હતી. ઉમેશની ભાભી ત્રણ બાળકોની માતા છે. હત્યા બાદ તે જક્કનપુરમાં જ રહેતી તેની ભાભી પાસે જઈને છુપાઈ ગયો હતો.

જ્યારે પિયરિયાઓએ સુનીતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો મોબાઈલ બંધ જોવા મળ્યો હતો. શંકાના આધારે જ્યારે માતા-પિતા જક્કનપુરમાં તેના ભાડાના રૂમમાં પહોંચ્યા તો દરવાજો બંધ હતો. દરમિયાન રેલવે ટ્રેક પાસે ઉમેશની ભાભી મળી આવી હતી. તેણે કહ્યું કે સુનીતા ક્યાંક ચાલી ગઈ છે. શંકાના આધારે તેના સંબંધીઓ જક્કનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં પોલીસને ફરિયાદ કરી. ત્યારબાદ તપાસ કર્યા પછી સત્ય બહાર આવ્યું.

જેમાં પોલીસે જ્યારે આરોપી ઉમેશની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે સુનીતાએ ઝઘડો કર્યા પછી ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે તેણે તેની પત્નીને ફાંસીથી લટકતી જોઈ તો તે ડરી ગયો. ડરના માર્યા તેણે લાશને બોરીમાં નાખી દીધી. પછી તેને ઓટોમાં JP પુલ લઈ ગયો અને ત્યાંથી લાશને ગંગામાં ફેંકી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp