શહીદ પતિના માથા પર ચૂંબન કરીને પત્નીએ કહ્યું- તમે મારા હીરો, શહીદી પર મને ગર્વ
.jpg)
આર્મી કેમ્પમાં લાગેલી આગમાં સાથી સૈનિકોના જીવના જોખમે સહીસલામાત બહાર કાઢી લાવનાર જાબાંઝ સૈનિક પોતે શહીદ થઇ ગયા. જ્યારે તેમનો પાર્થિવ દેહ ગામમાં આવ્યો ત્યારે આખું ગામ નતમસ્તક થઇ ગયું અને હીબકે ચઢ્યું હતું. પત્નીએ શહીદ પતિના માથે ચુંબન કરીને કહ્યું કે, મને તમારા પર ગર્વ છે. આ દ્રશ્યોએ લોકોને વિહવળ કરી દીધા હતા.
બુધવારે સિયાચીન ગ્લેશિયર સ્થિત આર્મી કેમ્પમાં લાગેલી આગમાં દેવરિયાના લાડકા દીકરા ગણાતા કેપ્ટન અંશુમાન સિંહ પણ શહીદ થયા હતા. તેમને 2021 માં ભારતીય સેનાના મેડિકલ કોર્પ્સમાં રેજિમેન્ટલ મેડિકલ ઓફિસર કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં જ તેમના લગ્ન થયા હતા, જ્યારે તેમની શહાદતના સમાચાર ગામમાં પહોંચ્યા તો આખું ગામ ગમગીન બની ગયું હતું.
શુક્રવારે બપોરે 1.15 મિનિટે, શહીદ અંશુમાન સિંહના પાર્થિવ દેહ વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા ગોરખપુર પહોંચ્યો હતો., જ્યાં સૈન્ય સન્માન પછી આર્મી વાહનમાં દેવરિયા થઈને પૈતૃક ગામ બરદિહા દલપત પહોંચાડવામાં આવ્યો હતો. અહીં પહોંચતા જ પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. લોકપ્રતિનિધિઓ સહિત હાજર વહીવટી તંત્રના લોકોએ પરિવારજનોને સાંત્વના આપવાનું શરૂ કર્યું હતું.
દરમિયાન મૃતદેહને ઘરની સામે ફૂલોથી શણગારેલી જગ્યાએ અંજલિ આપવા માટે મૂકવામાં આવ્યો હતો. આ પછી સિયાચીનથી પહોંચેલા સેનાના અધિકારીઓ અને અન્ય જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
ગાર્ડ ઓફ ઓનર બાદ મૃતદેહની નજીક પહોંચેલી પત્ની એન્જિનિયર સૃષ્ટિ સિંહે શહીદ પતિ અંશુમનના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે મને તમારી શહાદત પર ગર્વ છે, મારા હીરો, હું તમને મારા હૃદયના ઊંડાણથી સલામ કરું છું. તમે ભારત માતાની રક્ષા કરી છે. આટલું બોલીને શહીદની પત્ની સૃષ્ટિ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી અને ફસડાઇ પડી હતી .આ જોઈને શહીદની માતા મંજુ દેવીએ તેને સંભાળીને સાંત્વના આપી. આના પર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવવા લગાવ્યા હતા.
10 ફેબ્રુઆરીના રોજ કેપ્ટન અંશુમાન સિંહના લગ્ન પઠાણ કોટના હોશિયારપુરની રહેવાસી સૃષ્ટિ સિંહ સાથે થયા હતા. લાંબુ અંતર હોવાને કારણે અંશુમાનના લગ્ન પઠાણકોટમાં થયા હતા.પડ્યું. જ્યારથી લગ્ન થયાં ત્યારથી પત્ની સૃષ્ટિ પતિ અંશુમન સાથે તેના સાસરે જવા માટે ઉત્સુક હતી. તેણે અનેકવાર ગામમાં જવાનું પણ કહ્યું. આના પર અંશુમન રજા મળે પછી જઇશં એવું કહેતા રહેતા હતા.
દરમિયાન, તે જૂન મહિનામાં સિયાચીન ગ્લેશિયર પર તેમનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.અહીં જોડાયા બાદ તે તત્પરતાથી ફરજમાં જોડાઇ ગયા હતા. દરમિયાન બુધવારે સવારે ફાયબર ગ્લાસ બંકરમાં આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ થતાં તે અંદર ફસાયેલા અન્ય જવાનોને બચાવવા માટે અદમ્ય હિંમત બતાવીને નજીકના તંબુઓમાં પ્રવેશ્યા હતા તેમણે ઘણા સૈનિકોને બહાર કાઢીને તેમના જીવ બચાવ્યા. દરમિયાન પોતે શહીદ થઈ ગયા હતા. પતિ સાથે ગામ આવવાની પત્નીની ઈચ્છા અધૂરી રહી ગઇ હતી.
]
(શહીદ અંશુમાન સિંહના પત્ની)
બીજી તરફ જ્યારે ભાઈનો મૃતદેહ આર્મીના વાહનમાં ભાગલપુર જવા રવાના થયો ત્યારે વરંડામાં ઉભેલી નાની બહેન તાન્યા સિંહે માતા મંજુ દેવીને પકડીને ચીસો પાડવા લાગી. રડતા રડતા તે તેના ભાઈના મૃતદેહ સાથે જવાની જીદ કરવા લાગી. તેને સેનાના જવાનોએ સંભાળી લીધી અને કહ્યું કે બહેન રડો નહીં, ભાઈના બલિદાન પર ગર્વ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp