‘મા, હું જલદી જ મિશન..’ રડાવી દેશે રાજૌરીમાં શહીદ થયેલા પ્રમોદના અંતિમ શબ્દ

PC: amarujala.com

જમ્મુ વિભાગના રાજૌરીમાં શુક્રવારે આતંકવાદીઓ સાથે થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના 5 જવાન શહીદ થઈ ગયા હતા. તેમાં ઉત્તરાખંડના રહેવાસી રૂચીન સિંહ રાવત, પશ્ચિમ બંગાળના સિદ્ધાંત ક્ષેત્રી, જમ્મુ-કશ્મીરના નીલમ સિંહ અને હિમાચલ પ્રદેશના અરવિંદ કુમાર અને પ્રમોદ નેગી શહીદ થઈ ગયા. સિરમોર જિલ્લાના રહેવાસી પ્રમોદ નેગી લગભગ 6 વર્ષ અગાઉ દેશની સેવા માટે સ્પેશિયલ ફોર્સમાં ભરતી થયા હતા. તેમની તૈનાતી જમ્મુ-કશ્મીરના રાજૌરીમાં હતી. શુક્રવારે જેવી જ તેમની શહીદીના સમાચાર સિલાઈ ક્ષેત્રમાં પહોંચી તો આખા વિસ્તારમાં શોકની લહેર પ્રસરી ગઈ.

પ્રમોદ નેગીના પરિવારમાં તેમની માતા તારા દેવી, પિતા દેવેન્દ્ર નેગી, બહેન અને નાનો ભાઈ છે. ભાઈ પણ સેનામાં છે. પ્રમોદના અત્યારે લગ્ન થયા નહોતા. જ્યારે તેમનો પાર્થિવ દેહ હિમાચલ પ્રદેશ લઈ જવામાં આવી રહ્યો હતો, તો રાજ્યની સીમા પર પૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોએ ભીની આંખે વિદાઇ આપી. આ દરમિયાન લોકોએ ‘ભારત માતા કી જય’, ‘જબ તક સૂરજ ચાંદ રહેગા પ્રમોદ નેગી તેરા નામ રહેગા’ના નારા લગાવ્યા. મિશન પર જવા પહેલા પ્રમોદે પોતાની માતા સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ‘મા, હું જરૂરી મિશન પર જઈ રહ્યો છું. થઈ શકે 10 દિવસ મોબાઈલ બંધ રહે. ચિંતા ન કરતા. હું જલદી જ મિશન ફતેહ કરીને આવીશ. તેમણે ગુરુવારે રાત્રે 11:00 વાગ્યે પોતાની માતા સાથે વાત કરી હતી. આ દરમિયાન ઘરની હાલ-ચાલ પૂછ્યા હતા. તેના આગામી દિવસે પરિવારજનોને 12:00 વાગ્યે દીકરાની શહીદીના સામાચાર મળ્યા. પરિવારજનો અને સંબંધી વારંવાર પ્રમોદના છેલ્લા શબ્દોને યાદ કરીને બેભાન થઈ રહ્યા છે. કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે હાલ-ચાલ લીધાના ગણતરીના કલાકો બાદ એવા સમાચાર મળશે.

આ જ ઘર્ષણમાં કાંગડા જિલ્લાના અરવિંદ કુમારે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમના પૈતૃક ગામ મરૂહમાં શોકનો માહોલ છે. આજે તેમનો પાર્થિવ દેહ ગામમાં પહોંચશે. ખરાબ હવામાનના કારણે ઉધમપુરથી અરવિંદનો પાર્થિવ દેહ એરલિફ્ટ થઈ શક્યો નહોતો. એવામાં ઉધમપુરથી રોડ માર્ગે પાર્થિવ શરીર રવાના કરવામાં આવ્યું છે. અરવિંદના પરિવારજનોએ જણાવ્યું કે, તે બાળપણથી ખૂબ જ સાહસી અને પ્રતિભાશાળી હતા. વર્ષ 2010માં પંજાબ રેજિમેન્ટમાં ભરતી થયા હતા. તેમના માત્ર થોડા વર્ષોમાં જ તેમને સ્પેશિયલ ફોર્સમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp