શહીદ યોગેશના પિતા બોલ્યા- ‘એક શું 4 દીકરા હોત તો પણ સેનામાં મોકલત’
જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા લાન્સ નાયક યોગેશ કુમારનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આતંકવાદીઓના સફાયા માટે અનંતનાગમાં ચાલી રહેલા સેનાના ઓપરેશનમાં ચૂરૂના રહેવાસી યોગેશ કુમારે લડતા લડતા પોતાની શહીદી આપી દીધી. યોગેશ કુમારની શહીદી થવાની જાણકારી મળતા જ આખા જિલ્લામાં શોકની લહેર પ્રસરી ગઈ. 14 RR લાન્સ નાયક યોગેશ કુમાર સ્પોર્ટ્સ કોટાથી 9 વર્ષ અગાઉ સેનામાં ભરતી થયા હતા.
એકમાત્ર દીકરો શહીદ થવા પર પૃથ્વી સિંહે કહ્યું કે, જો 4 દીકરા પણ હોત તો બધાને દેશ સેવામાં મોકલતો, હવે પોતાને સેનામાં ભરતી કરવા તૈયાર કરીશ. શહીદ થયેલા યોગેશ કુમારના કાકા રણધીર સિંહે કહ્યું કે, યોગેશ વર્ષ 2013માં સ્પોર્ટ્સ કોટાથી કોન્સ્ટેબલના પદ પર 18 કેવલરી બટાલિયન (I)માં ભરતી થયા હતા. યોગેશન દાદા પણ સેનામાં હતા. આનંતનગમાં સર્ચ ઓપરેશનમાં શહીદ થયેલા યોગેશ કુમારના મિત્ર ધારેન્દ્ર છિંપીએ જણાવ્યું કે, યોગેશ ખૂબ બહાદુર અને જાંબાજ હતો.
શનિવારની રાત્રે સર્ચ ઓપરેશન દરમિયાન યોગેશ કુમાર પર્વત ઉપર તૈનાત હતા અને લગભગ 11:30 વાગ્યાથી 12:00 વાગ્યા વચ્ચે આતંકવાદીઓ સામે તેમનો સીધો સામનો થયો. આતંકવાદીઓની ગોળી લાગવાથી યોગેશ કુમાર શહીદ થઈ ગયા. સેનાના અધિકારી કેપ્ટન દીલિપ સિંહે જણાવ્યું કે, શહીદ યોગેશનું પાર્થિવ દેહ સોમવારે સવારે 09:30 વાગ્યે દિલ્હી અને લગભગ 02:30 વાગ્યે રાજગઢ પહોંચવાની આશા છે. પૃથ્વી સિંહના ઘેર જન્મ લેનાર શહીદ યોગેશ પોતાના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા.
તેઓ સેનાના 18 કેવલરી બટાલિયનથી 14 રાષ્ટ્રીય રાઈફલ્સ ડેપુટેશન પર તૈનાત હતા. શનિવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા તેમણે શહીદી આપી. યોગેશ પોતાની પાછળ એક 4 વર્ષનો દીકરો અને 9 મહિનાની દીકરી છોડી ગયા છે. તેમની પત્ની સ્વાસ્થ્ય વિભાગમાં GNM પદ પર તૈનાત છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીર વેલીના અનંતનાગ જિલ્લામાં છઠ્ઠા દિવસે પણ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાબળો માટે જિલ્લાના કોકરનાગના ગડૂલના ગાઢ જંગલ અને સીધા પર્વત પડકાર બની રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઢ જંગલ અને પર્વતો વચ્ચે બનેલી પ્રાકૃતિક ગુફાઓ વચ્ચે આતંકીઓ છુપાયા છે. આ સ્થળીને ધ્વસ્ત કરવા માટે સુરક્ષાબળોએ આધુનિક હથિયારોનો ઉપયોગ કરી રહી છે. ડ્રોન, રોકેટ લોન્ચર, IED વગેરેનો પ્રયોગ કરીને આતંકવાદીઓના 5 સ્થળોને મલિયામેટ કરી દીધા છે. અહીં એક સળગેલું શબ પણ મળ્યું છે જે માનવામાં આવી રહ્યું છે કે આતંકીનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp