મારુતિના ચેરમેને કહ્યું- સરકારે બિઝનેસ ન કરવો જોઈએ,પબ્લિક સેક્ટરની કંપનીઓ અસક્ષમ

PC: prabhatkhabar.com

સરકારે વ્યવસાય ન કરવો જોઈએ. કેમ કે, સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ અસક્ષમ છે. પોતાની વૃદ્ધિ માટે પર્યાપ્ત સંસાધન એકત્રિત કરી શકતા નથી. મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આર સી ભાર્ગવે આ વાત કહી છે.  તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને વૃદ્ધિ માટે દરેક સમયે સમર્થનની જરૂર છે. નાણા રોકાણ માટે સરકાર પાસેથી પૈસાની જરૂર હોય છે.

તેમણે કહ્યું કે, ‘મને આમાં કોઈ શંકા નથી કે, સરકારે બિઝનેસમાં ન હોવું જોઈએ. કોઈ પણ સ્થિતિમાં નહીં.’ તેમણે પૂછવામાં આવ્યું હતું કે, તાત્કાલીક સરકારી માલિકીની મારુતિ ઉદ્યોગ લિમિટેડનું મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડમાં બદલવાના તેમના અનુભવ અનુસાર, શું સરકારે વ્યવસાય કરવો જોઈએ? મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ હવે જાપાનના સુઝુકી મોટર કોર્પોરેશનની માલિકી છે.

સરકારી કંપનીઓ કુશળ નથી

તેમણે આગળ કહ્યું કે, ‘વાસ્તવિકતા આ છે કે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓ કુશળ નથી, તેમની પાસે ઉત્પાદકતા નથી, તેઓ નફો નિર્માણ કરી શકતી નથી, તે સંસાધાન ભેગું કરી શકતી નથી, તે આગળ વધતી નથી. તેમને વૃદ્ધિ માટે હંમેશાં સરકારના સમર્થનની જરૂર હોય છે.’ ભાર્ગવે ભાર આપ્યો કે, ‘તમે ટેક્સેશનથી ઔદ્યોગિક વૃદ્ધિ નથી કરી શકતા. ઔદ્યોગિક વૃદ્ધિ આંતરિક સંસાધનોથી થાય છે અને કોઈ પણ કંપનીએ સંપત્તિ બનાવવી જોઈએ અને પૈસાનો વ્યય ન થવો જોઈએ.’

સાર્વજનિક ક્ષેત્રની નિષ્ફળતા દરેક દેશમાં

તેમણે કહ્યું કે, ‘સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનું સમર્થન કરવા માટે કરદાતાઓના પૈસાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.’ તેમણે તાત્કાલીન મારુતિ ઉદ્યોગ લિમિટેડનું ઉદાહરણ આપતા કહ્યું કે, તે સમયે અમને અનેક ગેર-મૂલ્ય વર્ધિત પ્રવૃત્તિઓ કરવાની રહેતી હતી, જેમણે કંપનીને આગળ વધતા અટકાવી. ભાર્ગવે કહ્યું કે, સાર્વજનિક ક્ષેત્રની નિષ્ફળતા માત્ર ભારતમાં જ નથી થઇ, પણ રશિયા બ્રિટન, ફ્રાન્સ અને જાપાનમાં પણ આવું જોવા મળ્યું.

ભાર્ગવે કહ્યું કે, મારુતિ અનેક બદલાવ પણ કરવા જઈ રહી છે. સંગઠનાત્મક બદલાવ પણ થશે. તેમણે કહ્યું કે, મારુતિના વૈશ્વિક ઉત્પાદનમાં મારુતિ ઈન્ડિયાનું યોગદાન 60 ટકાથી વધુ થઇ ગયું છે.

તેમણે આ પણ કહ્યું કે, કંપની બાયો મીથેનાઇલ ગેસ ઇંધણ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે પોતાની રણનીતિ તૈયાર કરશે. ગાંધીનગરમાં 28 ઓગસ્ટે કંપનીના ચાર દશક પૂર્ણ થવાના અવસરે થયેલા સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સલાહ આપી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp