મારુતિએ જેટલી એવરેજ કહેલી તેનાથી ઓછી આપી,શખ્સે કેસ કર્યો તો જાણો કેટલા રૂ. મળ્યા
ઑટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીને પોતાના 20 વર્ષ જૂના કસ્ટમરને 1 લાખ રૂપિયાનો દંડ આપવા કહ્યું છે. કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. કસ્ટમરે આરોપ લગાવ્યો કે મારુતિએ ગાડી વેચવા માટે એડમાં ખોટો દાવો કર્યો હતો. તપાસ થઈ તો આરોપ સાચો સાબિત થયો. હવે કંપની વળતર આપશે. મીડિયા રિપોર્ટ મુજબ, ફરિયાદકર્તાનું નામ રાજીવ શર્મા છે. રાજીવે વર્ષ 2004માં મારુતિ કંપનીની ગાડી ખરીદી હતી. જે એડ જોઈને ગાડી લીધી, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કારની એવરેજ 16-18 કિમી પ્રતિ લીટર છે, પરંતુ ખરીદ્યા બાદ ખબર પડી કે કારની અસલી એવરેજ ખૂબ ઓછી છે. માત્ર 10.2 કિલોમીટર પ્રતિ લીટર.
રાજીવ પોતાની ફરિયાદ લઈને જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ ફોરમ પાસે પહોંચી ગયો. તેણે વ્યાજ સહિત ગાડીની આખી કિંમત રિફંડ કરવાની માગ કરી. રિફંડ તો ન મળ્યું, પરંતુ જિલ્લા ફોરમે કંપનીને રાજીવને 1 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો. વળતર આપવાની જગ્યાએ મારુતિ સુઝુકીએ રાજ્ય આયોગમાં અપીલ કરી દીધી. જો કે, રાજ્ય આયોગે પણ જિલ્લા ફોરમના આદેશને યથાવત રાખ્યો. ત્યારબાદ કેસ NCDRC પહોંચ્યો. કેસ પર ડૉ. ઇન્દ્રજીત સિંહની આગેવાનીવાળી NCDRC પીઠે કહ્યું કે, કારનો કોઈ પણ ખરીદદાર એવરેજ બાબતે જાણકારી લે જ છે.
તે અલગ ગાડીઓની એવરેજ કંપેર કરે છે. દાવા અને હકીકતમાં થોડું ઘણું વેરીએશન સમજ આવે છે, પરંતુ આંકડાઓમાં એટલા મોટા ફરકથી કારનો ખરીદદાર પીડિત/ઠગાયેલો અનુભવે છે. અમે આ સંબંધમાં 20 ઑક્ટોબર 2004ની જાહેરાતને ધ્યાનથી વાંચી છે અને અમારું માનવું છે કે એ એક ભ્રામક જાહેરાત છે. આ નિર્માતા અને ડીલર તરફથી વેપાર માટે કરવામાં આવેલો અનુચિત વ્યવહાર છે. અંતે NCDRCએ ગત નિર્ણયોને યથાવત રાખ્યા અને કહ્યું કે, મારુતિ સુઝુકીની જાહેરાતમાં એડમાં એવરેજનો દાવો ભ્રામક હતો જે ઉપભોક્તા અધિકારોનું ઉલ્લંઘન છે.
ઉલ્લેખનીય છે કે ડીડી મોટર્સ, જે ડીલરશિપથી રાજીવ શર્માએ કાર ખરીદી હતી, એ સમન્સ મળવા છતા કોર્ટમાં હાજર ન થઈ. પરિણામ સ્વરૂપ તેમની વિરુદ્ધ કેસ એક પક્ષીય ચાલ્યો, અર્થાત તેમની ગેરહાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો. બંને પક્ષોએ NCDRCને લેખિત દલીલો સોંપી. જેમાં શર્માએ 7 ઓગસ્ટ 2023ના રોજ પોતાનો કેસ રજૂ કર્યો અને મારુતિ સુઝુકીએ 2 નવેમ્બર 2023ના રોજ જવાબ આપ્યો. NCDRCએ અંતે ગત નિર્ણયોને યથાવત રાખ્યા અને નિષ્કર્ષ કાઢ્યો કે મારુતિ સુઝુકીની એવરેજની જાહેરાતમાં દાવા ભ્રામક હતા અને ઉપભોક્તા અધિકારોનું ઉલ્લંઘન છે. પરિણામે ઓટોમોબાઈયલ દિગ્ગજને રાજીવ શર્માને વળતરના રૂપમાં 1 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp