UPમા બ્રેકના સ્થાને એસ્કેલેટર દબાઈ ગયું અને ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ

ઉત્તર પ્રદેશના મથુરામાં મોડી રાતે રેલવે સ્ટેશન પર એક ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઇ. ભલુ રહ્યું કે આ દરમિયાન કોઇને ઈજા પહોંચી નહીં. જ્યારે આ ઘટના બની, તે સમયે બધા લોકો ટ્રેનમાંથી ઉતરી ચૂક્યા હતા અને ટ્રેનને બંધ કરી નક્કી કરેલા સ્થાને પહોંચાડવાની હતી. તે દરમિયાન ટ્રેનની બ્રેકના સ્થાને એસ્કેલેટર દબાઈ ગયું અને ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઇ.
यूपी के मथुरा में एक अजीबोगरीब हादसे में मथुरा जंक्शन रेलवे स्टेशन पर एक लोकल ट्रेन प्लेटफॉर्म से टकरा गई. किसी के हताहत होने की सूचना नहीं है.#Mathura #MathuraJunction pic.twitter.com/ODdtgKinUl
— iMayankofficial 🇮🇳 (@imayankindian) September 26, 2023
જાણકારી અનુસાર, લગભગ 10 વાગ્યે લોકલ ટ્રેન દિલ્હીથી મથુરા પહોંચી હતી. જ્યાં મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ચૂક્યા હતા. ત્યાર બાદ ટ્રેનને બંધ કરવાની હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે ટ્રેનને રોકવા માટે બ્રેક મારવાની હતી, પણ ભૂલમાં એસ્કેલેટર દબાવાઈ ગયું. જેથી ટ્રેન અવરોધને તોડીને સ્ટેશનની ઉપર ચઢી ગઇ.
આ માનવીય ભૂલ હતી કે ટેક્નિકલ તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. આ ઘટનામાં કોઈને નુકસાન પહોંચવાની ખબર નથી. આ ઘટનાને લઇ રેલવે તંત્રનો કોઇપણ અધિકારી બોલવા તૈયાર નથી. એન્જિનના હટ્યા પછી જ સ્થિતિ સ્પષ્ટ થઇ શકશે.
અપ-લાઇન ટ્રેનો થઇ પ્રભાવિત
મથુરા રેલવે સ્ટેશનના ડિરેક્ટર એસકે શ્રીવાસ્તવે કહ્યું કે, ટ્રેન શકૂર બસ્તીથી આવી રહી હતી. બધા મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. અમુક બેગ એન્જિનની નીચે દેખાઇ રહ્યા છે. સ્ટેશન ડિરેક્ટરનું કહેવું છે કે, પ્લેટફોર્મ પર ટ્રેન કઇ રીતે ચઢી તેની તપાસ થઇ રહી છે. આ ઘટનાના કારણે અપ-લાઇન પર અમુક ટ્રેનો પ્રભાવિત થઇ છે. ટ્રેનને પ્લેટફોર્મ પરથી હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રેનને હટાવ્યા પછી અપ-લાઇનની ગાડીઓને ફરીથી શરૂ કરવામાં આવશે.
પ્લેટફોર્મ નંબર 2 પર બની ઘટના
આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર થઇ. રેલવેની ટીમ AMU ટ્રેનને પ્લેટફોર્મ પરથી હટાવવાનું કામ કરી રહી છે. ઘટના પછી સ્ટેશન પર લોકોની વચ્ચે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના વિશે જાણકારી મળતા જ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને નીરિક્ષણ કર્યું. રેલવે કર્મચારીઓની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ. આ ઘટનાને લઇ લોકોનું કહેવું છે કે, ભગવાનનું ભલું રહ્યું કે કોઇ પણ વ્યક્તિ ટ્રેનની અડફેતે ન આવ્યા. નહીંતર ખૂબ મોટું નુકસાન થઇ શક્યું હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp