આ મંદિરમાં ટૂંકા કપડા પહેરીને જતા નહીં, દર્શન નહીં થાય

PC: twitter.com/tweet_sandeep

શ્રીકૃષ્ણની નગરી મથુરા વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. લાખો લોકો અહીં રાધા-કૃષ્ણની ભક્તિથી તરબોળ થવા માટે જાય છે. આ દરમિયાન એક પોસ્ટર હાલના દિવસોમાં આખા વ્રજ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યું છે, જેમાં મંદિરની અંદર ફેશનેબલ (અમર્યાદિત) કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મથુરાના વૃંદાવનમાં રાધા દામોદર મંદિરની અંદર અમર્યાદિત (નાના કપડાં) વસ્ત્ર પહેરીને આવનારા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ નિર્ણય સુપ્રસિદ્ધ સપ્ત દેવાલયોમાંથી એક રાધા દામોદર મંદિરના મેનેજમેન્ટ તરફથી લેવામાં આવ્યો છે, જેના માટે રીતસરનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, મંદિરમાં મર્યાદિત વસ્ત્ર જ પહેરીને જ આવો. પોસ્ટર દ્વારા મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ અનુશાસિત વસ્ત્ર જ પહેરીને મંદિરમાં દર્શન કરવા માટે આવે. મંદિર તરફથી જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં 2 તસવીર બનેલી છે. તેમાંથી એક વ્યક્તિ શોર્ટ્સમાં નજરે પડે છે, જ્યારે મહિલા સ્કર્ટ પહેરીને નજરે પડે છે.

એવામાં બંને જ તસવીરને લાલ રંગથી ક્રોસ કરવામાં આવી છે. તસવીર દ્વારા મંદિરે સાંકેતિક રૂપે જણાવ્યું છે કે, આ પ્રકારના કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં મળે. તો મંદિર મેનેજમેન્ટ તરફથી એક ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સનાતની સંસ્કૃતિ અનુસાર કુરતો પાયજામો, સાડી, સલવાર કમીઝ, લહેંગો ચોળી અને સાધારણ કપડાં પહેરીને રાધા દામોદર મંદિરમાં દર્શન માટે પ્રવેશ મળી શકે છે. મંદિરના ગેટ પર જ બોર્ડ દ્વારા પુરુષ અને મહિલાઓને તેમના વસ્ત્રોને લઈને અપીલ કરવામાં આવી છે. મંદિર સેવાયત દામોદર ચંદ્ર ગોસ્વામીએ કહ્યું કે, સનાતન પરંપરાની સભ્યતા ખૂબ જૂની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના કપડાં આપણાં સનાતન ધર્મઆ પર હાવી થઈ રહ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, જ્યારે ભગવાન સામે દર્શન કરવા માટે જવાનું હોય છે તો એક મર્યાદા હોય છે. તેના માટે અમે શ્રદ્ધાળુઓને નિવેદન કર્યું છે કે તેઓ મર્યાદિત કપડાં પહેરીને મંદિરમાં દર્શન કરવા માટે આવે. સાથે જ અન્ય મંદિરોના સંચાલકોને પણ અપીલ કરી છે કે તેઓ પણ આ પ્રકારના નિયમ લાગૂ કરે. એક રિપોર્ટ મુજબ અત્યારે મંદિરમાં કોઈ પણ પ્રકારના કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. અત્યારે શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ મર્યાદિત કપડાં પહેરીને ભગવાનના દર્શન કરવા માટે આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp