મથુરા કૃષ્ણ જન્મભૂમિનો પણ ASI સર્વે કરવામાં આવે: BJP સાસંદ હેમા માલિની

અલ્હાબાદ હાઇકોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો આપીને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં Archaeological Survey of India (ASI)ના સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે અજુંમન ઇંતજામિયા મસ્જિદ કમિટી (મુસ્લિમ પક્ષ)ની અરજી પર પોતાનો આદેશ સંભળાવ્યો હતો. જેમાં વારાણસી જિલ્લા અદાલતે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ને એક સર્વે કરવાના નિર્દેશને પડકારવામાં આવ્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદ મંદિરની ઉપર બનાવવામાં આવી હતી કે કેમ. ચુકાદો આપતી વખતે, અલ્હાબાદ હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાયના હિતમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ જરૂરી છે.આ નિર્ણયના જવાબમાં મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીએ મથુરા કૃષ્ણ જન્મભૂમિનું પણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની વાત કરી છે.
મથુરાના ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું, સારી વાત છે, સર્વે કરવો જ જોઈએ. તેનો નિર્ણય જલદીથી લેવામાં આવે, તે આખા દેશ માટે સારું છે. કૃષ્ણજન્મભૂમિનો પણ સર્વે થવો જોઈએ. શક્ય તેટલી વહેલી તકે બધું ક્લિયર કરવું જોઈએ. નિર્ણય બને તેટલો વહેલો આવવો જોઈએ, નહીં તો વાતચીત તો થયા કરશે.જો અંતિમ નિર્ણય જલ્દી આવે તો તે દેશ માટે સારું રહેશે.
બીજી તરફ મુસ્લિમ પક્ષ અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટને પડકારવા માટે વિચારણા કરી રહ્યા છે. વકીલો સાથે ચર્ચા ચાલી રહી છે. અલ્હાબાદ હાઇકોર્ટે ઇંતજામિયા કમિટીની ASI પર રોક લગાવવાની અરજીને રદ કરીને વારાણસી જિલ્લા અદાલતના 21 જુલાઇના ચુકાદાને યથાવત રાખ્યો છે.
હાઈકોર્ટે અગાઉ 28 જુલાઈના રોજ બંને પક્ષોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વેક્ષણની મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર, વરિષ્ઠ વકીલ હરિશંકર જૈને કહ્યું, ઘણા એવા પુરાવા હાજર છે જે કહે છે કે તે હિન્દુ મંદિર હતું. ASIના સર્વેમાં હકીકત બહાર આવશે. વકીલ હરિશંકરે કહ્યું કે, મને પુરો વિશ્વાસ છે કે મૂળ શિવલિંગને ત્યાં મુખ્ય ગુંબજની નીચે છુપાવી દેવામાં આવ્યું છે. આ સત્ય છુપાવવા માટે મુસ્લિમ પક્ષે વારંવાર આપત્તિ બતાવી છે.
મુસ્લિમ પક્ષ જાણે છે કે આ પછી અહીં મસ્જિદ નહીં રહે અને ત્યાં એક ભવ્ય મંદિરનાં નિર્માણનો રસ્તો સાફ થઇ જશે.
અલ્હાબાદ હાઇકોર્ટનાચુકાદા પર પોતાની પ્રતિક્રિયા આપતા જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ ક્હયુ કે, ભલે મંદિર હોય કે મસ્જિગ, ભગવાન એક છે. તમે ભગવાનને કોઇ મસ્જિદ કે મંદિરમાં ક્યાય પણ જોઇ શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp