અરશદ મદની કહે- મર્દ 80 સુધી રહે છે જુવાન, તેને 4 લગ્નનો હક, મહિલા તો...

જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ બહુ વિવાહને યોગ્ય ઠેરવ્યા છે. તેમણે દાવો કર્યો કે, ઇસ્લામ મુજબ, પુરુષ 3-4 લગ્ન કરી શકે છે. સ્ત્રીઓ 45-50 વર્ષની ઉંમરમાં જ વૃદ્ધ થઈ જાય છે, જ્યારે પુરુષ 80 વર્ષની ઉંમર સુધી યુવાન રહી શકે છે. મૌલાના મદનીનું નિવેદન એવા સમય પર આવ્યું છે, જ્યારે દેશમાં સમાન નાગરિક સંહિતા પર બહેસ છેડાઈ છે અને ત્રિપલ તલાક, બહુ વિવાહ જેવી સામાજિક કુપ્રથાઓ પર રોક લગાવવની માગ તેજ છે.
મદનીના નિવેદનની નિંદા કરતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મહામંત્રી મિલિન્દ પરાંડેએ કહ્યું કે, આ એ વિચારની અસર છે, જેમાં મહિલાઓને ભોગની વસ્તુ સમજવામાં આવે છે. તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે એટલે મદનીની વાતો પર કોઈ આશ્ચર્ય નથી. આ અગાઉ પણ ઘણી વખત મૌલાના અરશદ મદની કહી ચૂક્યા છે કે ઇસ્લામ મુજબ, પોતાની જરૂરિયતો પૂરી કરો. એવામાં પુરુષ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણા લગ્ન કરી શકે છે. એક કરે, બે કરે ત્રણ કરે કે ચાર કરે. અથવા તો તે છૂટાછેડા આપીને ચોથા લગ્ન કરે કે બધાને સાથે લઈને ચાલે.
વિધિ આયોગ દ્વારા સમાન નાગરિક સંહિતા પર માગવામાં આવેલા સૂચનોને લઈને ટી.વી. ચેનલોને આપેલા ઇન્ટરવ્યૂમાં જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષે કહ્યું કે, અમે તેને કબૂલ કરતા નથી. 1300 વર્ષોથી મુસ્લિમ આ દેશમાં રહેતા આવ્યા છે. પહેલા આ મામલો ક્યારેય આવ્યો નથી. હવે એવી કઈ આફત આવી ગઈ છે? તેમાં કોઈ શંકા નથી કે UCC કબૂલ નથી, પરંતુ અમે તેની વિરુદ્ધ રસ્તા પર નહીં ઊતરીએ. અમે વિધિ આયોગ સામે પોતાના વિચાર રજૂ કરીશું. અમે એમ કરવાની શરૂઆત પણ કરી છે.
યુનિફોર્મ સિવિલ કોડને લઈને હલચલ વધી ગઈ છે. જમિયત ઉલેમા-એ-હિન્દે તેનો ખૂલીને વિરોધ કર્યો છે. જમીયતે સોમવારે દાવો કર્યો કે, સમાન નાગરિક સંહિતા સંવિધાન હેઠળ મળેલી ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધ છે. તે સંવિધાનમાં આપવામાં આવેલા મૌલિક અધિકારો વિરુદ્ધ છે. આ મુસ્લિમો માટે અસ્વીકાર્ય છે અને દેશની એકતા અને અખંડતા માટે હાનિકારક છે. જમિયતના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, આ મામલો માત્ર મુસ્લિમ સંબંધિત નથી, પરંતુ બધા ભારતીય સાથે જોડાયેલો છે. જમિયત કોઈ પ્રકારના ધાર્મિક મામલાઓ અને કોઇની અસ્થા સાથે સમજૂતી નહીં કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp