ઓમ અને અલ્લાહ એક છે, અરશદ મદનીના નિવેદનથી ગુસ્સે થઈ જૈન મુનિ તો સ્ટેજ....

PC: timesnownews.com

દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે જમીયત ઉલેમા-એ હિન્દના કાર્યક્રમમાં મૌલાના અરશદ મદનીએ મોહન ભાગવતના નિવેદન પર જવાબ આપ્યો હતો. મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, તમારા પૂર્વ હિન્દુ નહીં, મનુ હતા એટલે કે આદમ. ઓમ અને અલ્લાહ એક છે. તેમના આ નિવેદનથી ઘણા ધર્મગુરુઓએ આપત્તિ દર્શાવી અને વિરોધમાં મંચ છોડીને જતા રહ્યા. જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રોગ્રામમાં મદની સંઘ પ્રમુખ મોહન ભાગવતના એ નિવેદનનો જવાબ આપી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમોનાં પૂર્વજ એક જેવા છે.

મૌલાના મદનીના નિવેદનનો જૈન મુનિ લોકેશે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, આ અધિવેશન લોકોને જોડવા માટે થઈ રહ્યું છે. એવામાં આ નિવેદન ક્યાં ઉચિત છે. જૈન મુનિ લોકેશે મંચ પર આ વાત કહી. ત્યારબાદ તેઓ કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ ઘણા અન્ય ધર્મોના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો. રિપોર્ટ્સ મુજબ, મદનીએ કાર્યક્રમમાં કહ્યું કે, પયગંબરનું અપમાન મુસ્લિમ મંજૂર નહીં કરે.

મોહમ્મદ સાહેબ વિરુદ્ધ નિવેદન ન આપવા જોઈએ. ભારતમાં અત્યારે શિક્ષણનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે એ ઉચિત નથી. બીજા ધર્મોના પુસ્તક થોપવા ન જોઈએ. એ સંવિધાન વિરુદ્ધ છે. જમીયત ઉલેમા-એ-હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અસદ મદની હતા, તેમનું વર્ષ 2003માં નિધન થઈ ગયું. ત્યારબાદ જમીયતની ઉલેમા-એ-હિન્દની આગેવાનીને લઈને જમીયત ઉલેમા-એ-હિન્દના હાલના ચીફ મહમૂદ મદની પોતાના કાકા મૌલાના અરશદ મદની સાથે વિવાદ થઈ ગયો.

લાંબા ઝઘડા બાદ જમીયત લેમા-એ-હિન્દ બે હિસ્સામાં વહેચાઈ ગયું. એક જૂથની આગેવાની મહમૂદ મદની અને બીજા ગ્રુપની આગેવાની અરશદ મદની કરવા લાગ્યા. બંનેએ પોત પોતાની જમીયત ઉલેમા-એ-હિંદનું રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ લઈ લીધું હતું. જો કે, ગયા વર્ષે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

જમીયત લેમા-એ-હિન્દના ચીફ મહમૂદ મદનીએ શનિવારે કહ્યું હતું કે, ભારત જેટલું મોદીનું છે, ભાગવતનું છે, એટલું જ મદનીનું પણ છે. અમે RSS અને તેમાં સર સંઘ ચાલકને આમંત્રણ આપીએ છીએ કે, અરસપરસ મતભેદ અને દુશ્મની ભૂલીને એક-બીજાને ગળે લાગીએ અને દેશને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મથી કોઈ ફરિયાદ નથી. તમને પણ ઇસ્લામથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. ભાજપ અને RSS સાથે અમારો કોઈ મતભેદ નથી, પરંતુ વૈચારિક મતભેદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp