જે લોકો દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે તેઓ ગદ્દાર છે: હસન મદની

PC: facebook.com/hasanmadaniofficial

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાની કથાઓમાં મોટા ભાગે હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે. તેઓ કહે છે કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે અને તેઓ તેના માટે બધા જતન કરી રહ્યા છે. હવે ઈસ્લામિક સંગઠન જમીયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીના ભત્રીજા હસન મદનીએ વિવાદિત નિવેદન આપી દીધું છે. તેણે કહ્યું કે, જે લોકો દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે એ બધા લોકો ગદ્દાર છે. મુંબઈના આઝાદ મેદાનમાં જમીયત ઉલેમા એ હિન્દના અધિવેશનમાં હસન મદનીએ બોલતા કહ્યું કે, આ દેશની અંદર મુસ્લિમોને ડરાવી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હસન મદનીએ કહ્યું કે, જે લોકો આ પ્રકારે ધર્મ બદલાવવાનો પ્રયાસ કરવામાં લાગ્યા છે, તેમણે સમજવું જોઈએ કે મુસ્લિમ કોઇથી ડરતો નથી. એક સાચો મુસ્લિમ પોતાના અંતિમ શ્વાસ સુધી મુસ્લિમ જ રહે છે. જે લોકો દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે, એ બધા લોકો ગદ્દાર છે. જો હિન્દુ દેશ બનાવવાની વાત કરનારા ગદ્દાર નથી, તો મુસ્લિમ દેશની માગ કરનારા પણ ગદ્દાર નહીં કહેવાય. આજે દેશ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને આપણે દેશને બચાવવા માટે માથે કફન બાંધવા માટે આપણ તૈયાર છીએ.

જમીયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ સૈયદ અરશદ મદનીએ રવિવારે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં ફિરકા પરસ્તની જમાત બજરંગ દળને બંધ કરવાની વાત કહી હતી. જો તેમણે આ નિર્ણય 70 વર્ષ અગાઉ લીધો હોત તો દેશ બરબાદ ન થતો. તેમણે એમ કહ્યું હતો તો તેના પર અવાજો આવી રહ્યા હતા કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં તેને દાખલ કરીને ભૂલ કરી. હું સમજ્યો હતો કે ભૂલ નહીં, પરંતુ પોતાની ભૂલ સુધારવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે હાલમાં જ સંપન્ન થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પોતાના ઘોષણાપત્રમાં પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને બજરંગ દળ જેવા સંગઠનો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે, બજરંગ દળ અને PFI જેવા સંગઠનો વિરુદ્ધ રાજ્યમાં જાતિ અને ધર્મના આધાર પર નફરત ફેલાવવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ જાતિ અને ધર્મના આધાર પર સમુદાયો વચ્ચે નફરત ફેલાવનાર સંગઠનો વિરુદ્ધ સખત અને નિર્ણાયક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp