મૌલાનાના વિવાદિત બોલ-અમારી બહેન-દીકરીઓ ગાડીમાં કચરો નહીં નાખે, તેમનું પેટ..

PC: aajtak.in

ઈન્દોરમાં એક મૌલાનાનો વિવાદિત વીડિયોએ વેગ પકડ્યો છે. સફાઇ કર્મચારીઓના વિરોધ બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધી લીધો છે. બીજી તરફ આરોપીએ બીજો વીડિયો જાહેર કરીને માફ માગી લીધી છે. ચંદન નગર વિસ્તારના રહેવાસી મૌલાના શાદાબ ખાનની આપત્તિજનક ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોમાં મૌલાના કહેતો નજરે પડી રહ્યો છે કે, હવે અમે બહેન-દીકરીઓ અને ભાભીઓને કચરો નાખવા નહીં દઈએ અને કહીશું કે અમે પૈસા ભરીએ છીએ કચરાનો ટેક્સ ભરીએ છીએ તો તારા (સફાઇકર્મીના) મોઢા પર 60 રૂપિયા મારી દઇશું.. 2 રૂપિયા રોજના હિસાબે, પરંતુ કચરાની ગાડીમાં તું ઉઠાવીને નાખશે. અમારી બહેન દીકરીઓ ગાડીમાં કચરો નહીં નાખે.’

મૌલાનાએ પોતાના વાયરલ વીડિયોમાં આગળ કહ્યું કે, મેં જોયું કે જે ભાભી, માતા કે દીકરીઓ કચરો ગાડીમાં નાખે છે, ત્યારે તેમની કમીઝ ઉપર થઈ જાય છે અને તેમનું પેટ નજરે પડે છે અને તેને નીચ નજરવાળા તેમને ઘૂરીને જુએ છે. વિચારો અમારી વહુ, દીકરી, માતાના નખ પણ કોઈ ગેર વ્યક્તિ જુએ તો અમને પસંદ નથી એટલે આપણે પોતે પોતાના ઘરથી તેની શરૂઆત કરવી પડશે. ઈન્દોર શહેરને દેશમાં છ વખત સ્વચ્છતામાં નંબર વન લાવનારા સફાઇ મિત્ર તેના પર વિવાદિત ટિપ્પણીવાળા વીડિયોને લઈને ગુસ્સે ભરાઈ ગયા હતા. 

મોટી સંખ્યામાં ભેગા થઈને તેમણે ચંદન નગર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને મૌલાના શાદાબ ખાન વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગ કરી હતી. આપત્તિજનક ટિપ્પણી કરવા પર વાલ્મીકિ સમાજે પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ કેસ નોંધાવી દેવામાં આવ્યો હતો.  જોકે, આરોપી મૌલાનાએ વાલ્મિકી સમાજ પાસે હાથ જોડીને માફી માગી લીધી છે. બીજી તરફ વાલ્મિકી સમાજના મનોજ પરમારે કહ્યું હતું કે, મૌલાનાની માફી માગવાથી કામ નહીં ચાલે. તેનું મકાન તૂટવું જોઈએ. અમે તેમના મોઢા પર 60 રૂપિયાની જગ્યાએ 60 હજાર ફેકી શકીએ છીએ. તેને માફ નહીં કરીએ. આ વાલ્મીકિ સમાજની મર્યાદાનું હનન કરવાનો મામલો છે.

તેમણે આગળ કહ્યું હતું કે, ઈન્દોરમાં સ્વચ્છતા સર્વેક્ષણ પણ માથે છે અને એવામાં સફાઇ કર્મચારી કામ બંધ કરે છે તો તેનાથી ન માત્ર ઇન્દોરની સ્વચ્છતાને ડાઘ લાગશે, પરંતુ ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનની છબી પણ ધૂમિલ થશે. એટલે સફાઇ મિત્ર પોતાનું કાર્ય ચાલુ રાખશે, પરંતુ 2 દિવસ કામ બંધ રહેશે. જો કે, વાયરલ વીડિયોમાં વાલીમીકી સમાજ પર વિવાદિત ટિપ્પણી કરનાર ચંદન નગર વિસ્તારના રહેવાસી મૌલાના શાદાબ ખાનના ક્ષેત્રમાં 2 દિવસ સફાઇ અને કચરો ન ઉઠાવવાની વાત પણ તેમણે કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp