મૌલાના સાજિદ રશીદીનું વિવાદિત સ્ટેટમેન્ટ, સોમનાથ મંદિર પરના હુમલાને યોગ્ય કહ્યો

PC: news18.com

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજિદ રશીદી પોતાના વિવાદિત સ્ટેટમેન્ટને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે અને હવે તેમણે ફરીથી એક વખત પોતાના સ્ટેટમેન્ટથી વિવાદ ઊભો થયો છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર થયેલા હુમલાને યોગ્ય કહ્યો છે અને કહ્યું છે કે, સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી.

મૌલાના સાજિદ રશીદીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, સોમનાથ મંદિરમાંથી મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી, જેને રોકવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે હુમલો કરીને મંદિરમાં થઈ રહેલા આ ખોટા કામોને રોકવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, મૌલાના સાજિદ રશીદી ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ છે. સોમાથ મંદિર પર મુઘલોના સમયમાં ઘણા હુમલાઓ કરવામાં આવ્યા હતા અને મંદિરનું વારંવાર ખંડન કરવામાં આવ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, ઈસાના પૂર્વમાં આ મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું અને આ જગ્યાએ સાતમી સદીમાં વલ્લભીના મૈત્રક રાજાઓએ બીજી વખત મંદિરનું પુનનિર્માણ કરાવ્યું હતું. જેના પછી આઠમી સદીમાં સિંધના અરબી ગવર્નર જુનાયદે સેના મોકલીને મંદિર પર હુમલો કર્યો હતો. તેના પછી પ્રતિહાર રાજા નાગભટ્ટે 815 ઈ.સ.માં તેનું ત્રીજી વખત પુનનિર્માણ કરાવ્યું હતું. જેના પછી મહેમૂદ ગઝનવીએ હુમલો કરી મંદિરને ખંડિત કર્યું હતું, જેના પછી ગુજરાતના રાજા ભીમ અને રાજા ભોજે તેનું નિર્માણ કરાવ્યું.

તેના પછી મુઘલ બાદશાહ ઔરંગઝેબે વર્ષ 1706માં આ મંદિરને ફરીથી તોડી પાડ્યું. જેના પછી ભારતના પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરનું નિર્માણ કરાવ્યું અને હાલના સમયમાં તે સોમનાથમાં સ્થિત છે. આ પહેલી વખત નથી જ્યારે મૌલાના સાજિદ રશીદીએ વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે. રશીદી આ પહેલા અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને તોડવાની ધમકી પણ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, આ દેશનો ઈતિહાસ લખવામાં આવશે. આ ઈતિહાસના આધારે અમારી આવનારી પેઢીઓ રામ મંદિર તોડીને મસ્જિદ બનાવશે. સોમનાથ મંદિર ગુજરાતના ગિર સોમનાથ જિલ્લામાં સમુદ્ર કિનારે સ્થિત છે અને ભગવાન શિવનું પ્રતિષ્ઠિત મંદિર છે. આ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે અને લાખોની સંખ્યામાં રોજ ભક્તો તેમના દર્શને આવતા હોય છે. શાસ્ત્રોના કહેવા પ્રમાણે, આ મંદિરમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જ બધા પાપ નષ્ટ થઈ જાય છે અને બધાની મનોકામના પૂરી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp