BSP સરકારમાં માયાવતીના ભાઈ-ભાભીને 46% ઓછા રેટમાં મળ્યા 261 ફ્લેટ્સ!

BSP સુપ્રીમો માયાવતીએ પોતાના કાર્યકાળ દરમિયાન નોયડા અપાર્ટમેન્ટ કોમ્પલેક્સમાં 261 ફ્લેટ પોતાના ભાઈ અને ભાભીને છેતરપિંડીથી અલોટ કર્યા હતા. આ અલોટમેન્ટ રિયલ સ્ટેટ ફાર્મ લોજિક્સ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમા તેની કિંમત પર સૌથી મોટી ગેમ રમાઇ હતી. એટલે કે એક ફ્લેટની કિંમત માની લો કે 100 રૂપિયા છે તો CMના આશીર્વાદથી તેમના ભાઈ અને ભાભીને માત્ર 54 રૂપિયામાં મળી ગયા. એક રિપોર્ટમાં તેના ખુલાસા બાદ હડકંપ મચી ગયો છે. બહુજન સમાજ પાર્ટીની સરકાર યુપીમાં 2007થી 2012 સુધી રહી.
12 વર્ષોમાં ઘટનાઓના ક્રમ, ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ, કંપનીની નાદારીની કાર્યવાહી, આ તમામને એક સાથે રાખવા પર આખી પેટર્ન એકદમ ક્લિયર થઈ જાય છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. કઈ રીતે માયાવતીએ પોતાના કાર્યકાળમાં 261 ફ્લેટ્સ 46 ટકા ડિસ્કાઉન્ટ સાથે પોતાના ભાઈ અને ભાભીના નામે કરાવી દીધા. નીચે કેટલીક તારીખ અને પેટર્ન આપવામાં આવી છે.
મે 2007માં યુપીમાં માયાવતીની સરકાર બને છે. મે 2010માં લોજિક્સ ઇન્ફ્રાટેક પ્રાઇવેટનું ગઠન થાય છે. જુલાઈ 2010માં એટલે કે બે મહિનામાં લોજિક્સ અને માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેની પત્ની વિચિત્ર લતા વચ્ચે નોયડાના બ્લોસમ ગ્રીનમાં 2 લાખ સ્ક્વેર ફૂટનો એક એગ્રીમેન્ટ થયો અને જમીન વેચવામાં આવી. નોયડા પ્રાધિકરણે આખી ડીલ કરી. આ યુપી સરકાર અંતર્ગત આવે છે. બ્લોસમ ગ્રીન્સમાં 22 ટાવર બનાવવાના હતા. એગ્રીમેન્ટમાં 2300 રૂપિયા સ્ક્વેર ફુટ અને 2350 રૂપિયા સ્ક્વેર ફુટની ડીલ થઈ છે. આનંદ કુમારે આ ડીલ માટે 46.02 કરોડ અને વિચિત્ર લતાએ 46.93 કરોડ આપવાના હતા.
નોયડા ઓથોરિટીએ 100112.19 ફુટ જમીન લોજિક્સ ઇન્ફ્રાટેકને સોંપી દેવામાં આવી. તેમા 22 ટાવર બનવાના હતા. હવે જુઓ 2010થી 2022-23ની વચ્ચે બ્લોસમ ગ્રીનના 2583માંથી 2329 ફ્લેટ કસ્ટમરને વેચવામાં આવી ચુક્યા હતા. હાલની સ્થિતિ એ છે કે, આઠ ટાવરના 944 ફ્લેટ્સ ફુલ રેડી જણાવવામાં આવી રહ્યા છે. તેમાંથી 848 લોકોને પઝેશન મળી ચુક્યુ છે. 22માંથી લગભગ 14 ટાવરોનું કામ પૂરું થઈ ચુક્યુ છે. પરંતુ, તે હાલ રહેવા માટે તૈયાર નથી.
તેમાંથી 135 અપાર્ટમેન્ટ આનંદ કુમાર અને વિચિત્ર લતા જે તેની પત્ની છે તેને 126 અપાર્ટમેન્ટ મળે છે. તેને માટે માયાવતીના ભાઈ આનંદે 28.24 અને ભાભી વિચિત્ર લતાએ 28.19 કરોડ રૂપિયાની એડવાન્સ ચુકવણી કરી. મે 2023માં એક લેટેસ્ટ ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આનંદ અને તેની પત્ની વિચિત્ર લતાને કંપનીએ ખોટી રીતે એક્ચ્યુઅલ રેટથી 46 ટકા ઓછી કિંમતે યુનિટ્સ વેચ્યા હતા. લોજિક્સ કંપનીના ઓડિટ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. માયાવતીના ભાઈ આનંદ કુમારે જે જમીન 2300 રૂપિયા પર સ્ક્વેર ફુટ પર ખરીદી તે અન્ય લોકો માટે 4350.82 રૂપિયા હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે તે અંડરવેલ્યૂડ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp