અમૃતપાલને લઈને પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન, DCP બોલ્યા- જ્યાં ઈચ્છે ત્યાં...

PC: tribuneindia.com

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો શેર કર્યા બાદ અત્યાર સુધી ફરાર છે. પોલીસ તેને પકડવા માટે ઠેર-ઠેર છાપેમારી કરી રહી છે. એવામાં અમૃતસરમાં સ્થિત સુવર્ણ મંદિરમાં સરેન્ડર કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન પંજાબ પોલીસે તેના સરેન્ડરની સંભાવનાને લઈને નિવેદન આપ્યું છે. અમૃતસર પોલીસના DCP લૉ એન્ડ ઓર્ડર પરમિન્દર સિંહ ભંડાલનું કહેવું છે કે અમૃતપાલ જ્યાં ઈચ્છે ત્યાં સરેન્ડર કરી શકે છે. બધુ કાયદા મુજબ કરવામાં આવશે.

અમૃતસર અને તેની આસપાસ શાંતિ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. DCPએ આગળ કહ્યું કે, મીડિયામાં અમૃતપાલ અમૃતસરમાં સરેન્ડર કરવા પર રિપોર્ટ્સ આવ્યા છે. પોલીસ તેને ફોલો કરી રહી છે. પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ અને સાથી પપ્પલપ્રીતને પકડવા માટે લોકોને મદદ કરવાની અપીલ કરી છે. પોલીસે બંનેના અલગ-અલગ લૂકની તસવીરો પણ રીલિઝ કરી છે. એક દિવસ અગાઉ જ સમાચાર આવ્યા હતા કે, અમૃતપાલ ગમે ત્યારે સરેન્ડર કરી શકે છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેણે અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ અકાલ તખ્ત પર જઈને આત્મસમર્પણ કરવાનો પ્લાન બનાવ્યો છે. તેને જોતા પંજાબ પોલીસ એલર્ટ પર આવી ગઈ છે. સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેકડોની સંખ્યામાં પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. અમૃતપાલ સિંહ છેલ્લા 12 દિવસોથી ફરાર ચાલી રહ્યો છે. આ દરમિયાન તેને ઘણા સ્થળો બદલ્યા છે. જ્યાં-જ્યાં તે સંતાતો ફરી રહ્યો છે ત્યાં-ત્યાં પંજાબ પોલીસ સિવાય દિલ્હી અને હરિયાણા પોલીસ પણ તેની પાછળ પહોંચી રહી છે.

આ અગાઉ 28 માર્ચની મોડી રાત્રે પંજાબ પોલીસે ફગવાડામાં એક અજાણ્યા વાહનનો પીછો કર્યો હતો, તેમ અમૃતપાલ હોવાની આશંકા હતી. પોલીસને પાછળ જોઈને હોશિયારપુરમાં મરનિયામાં ગુરુદ્વારા પાસે જ્યારે તે કાર પહોંચી હતી તો તેમ બેઠા લોકો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસને આશંકા હતી કે, ગાડીમાં જે લોકો ભાગી રહ્યા છે, તેમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત છે. ત્યારબાદ મરનિયા ગામમાં અને તેની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવી હતી. સાથે જ પોલીસે મોડી રાત્રે અમૃતપાલને પકડવા માટે ડોર ટૂ ડોર ઓપરેશન પણ ચલાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp