મેરઠમાં મહિલા કમિશ્નરનો કુતરો ખોવાયો હતો, પોલીસ ઉંધા માથે થઇ, આખરે આ રીતે મળ્યો

PC: jansatta.com

ઉત્તર પ્રદેશના મેરઠમાં ડિવીઝન કમિશ્નર  IAS સેલ્વા કુમારી જયારાજનનો પાલતું કુતરો ગુમ થઇ ગયો હતો પોલીસ આ ડોગને શોધવા માટે ઉંધા માથે થઇ ગઇ હતી, આખરે સોશિયલ મીડિયાની મદદથી ડોગ મળી ગયો હતો અને કમિશ્નર પોતાના ખોવાયેલા કુતરાને પાછો જોતા ખુશીના માર્યા ઉછળી પડ્યા હતા.

સિવિલ લાઈન્સ વિસ્તારમાં મેરઠ કમિશ્નરના આવાસમાંથી રવિવારે સાંજે 7 વાગ્યે કૂતરો ગુમ થઈ ગયો હતો. તેમનો પાલતુ ડોગ ઘરમાંથી ગુમ થયા બાદ કમિશ્નનર ચિંતિત બન્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશને તેની શોધખોળ તેજ કરી હતી. પોલીસ દ્વારા લાંબી શોધખોળ બાદ પણ કૂતરો મળી શક્યો ન હતો. આ દરમિયાન એક વ્યક્તિ પોતે કૂતરા સાથે કમિશ્નરના ઘરે પહોંચ્યો હતો.

મેરઠ કમિશનરના ઘરની બહાર નીકળેલો કૂતરો આખરે મળી આવ્યો છે. કમિશનર સેલવા કુમારી જે. સાઇબેરીયન હસ્કી જાતિનો પાલતુ કૂતરો રવિવારે સાંજે અચાનક ગુમ થઇ ગયો હતો. આ પછી તેની શોધખોળ શરૂ થઈ. કમિશ્નરે સૌપ્રથમ તેમના સ્તરે કૂતરાની શોધખોળ કરી હતી, પરંતુ ડોગ મળ્યો નહોતો. પોલીસને મામલાની માહિતી મળતાં તેમના સ્તરે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ 20 કલાક ડોગને શોધતા રહ્યા હતા. સોમવારે આખો દિવસ ડોગની શોધખોળ ચાલી હતી.

પોલીસ આ શ્વાનને શોધવા માટે 500 ઘરોમાં ડોગના ફોટો લઇને ખુંદી વળી હતી, લગભગ 150 CCTV કેમરા પણ ચેક કરવામાં આવ્યા હતા.

સોમવારે સાંજે અચાનક ડોગ મળી આવ્યો હતો. આ પછી કમિશ્નરની સાથે પોલીસકર્મીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. સોશિયલ મીડિયા પર ડોગનાગુમ થવાના સમાચાર જોયા બાદ એક યુવક ડોગને લઇને કમિશ્નરના ઘરે પહોંચ્યો હતો.

કમિશ્નર સેલ્વા કુમારીનો ડોગ ગાયબ થવાની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સોમવારે સાંજે કમિશ્નરનો શ્વાન મળી જતા અનેક લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. હસ્કી ડોગને એક યુવકે રખડતા જોયો હતો અને તે કમિશ્નરના ઘરે ડોગ લઇને આવ્યો હતો.

યુવકે જણાવ્યું કે ડોગ ચોકડી પર રખડતો હતો. કમિશ્નર બે વર્ષથી સાઇબેરીયન હસ્કી જાતિના કૂતરાને પાળી રહ્યા છે. આ ડોગનું ઓનલાઈન રજીસ્ટ્રેશન મહાનગરપાલિકામાં કરવામાં આવ્યું છે.

સેલ્વા કુમારી જયારાજન 2006ની બેચના  IAS ઓફિસર છે અને થોડા સમય પહેલાં રજા દરમિયાન બળદ ગાડા ચલાવવાને કારણે ચર્ચામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp