ચંદ્રયાન-3ના સફળ લેન્ડિગ પછી દંપતિએ નવજાતનું નામ રાખ્યું વિક્રમ

PC: amarujala.com

ચંદ્રયાન-3ના લેન્ડિગની ખુશીમાં બુધવારે જન્મેલા પોતાના બાળકનું નામ એક દંપતિએ વિક્રમ રાખ્યું છે. આ બાળકનો જન્મ એક ખાનગી હોસ્પિટલમાં થયો છે. તેના પિતા ગૌરવ શર્મા અને માતા શ્વેતા શર્મા છે. દંપતિનું કહેવું છે કે બાળકનો જન્મ સવારે 7 વાગ્યે થયો હતો. ત્યારથી અમે વિચારી લીધું હતું કે જો ચંદ્રયાન-3ની સફળ લેન્ડિગ થઇ જાય છે તો તે પોતાના બાળકનું નામ વિક્રમ જ રાખશે.

ચંદ્રયાન-3ની બુધવારે સાંજે ચંદ્ર પર સફળ લેન્ડિગ થઇ. ભારત ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનારો પહેલો દેશ બની ગયો છે. આ મોટી ઉપલબ્ધિથી આખા દેશમાં જશ્નનો માહોલ છે. ઉત્તર પ્રદેશમાં લોકોએ મિઠાઇ દ્વારા આ સફળતાની ઉજવણી કરી. ઘણાં લોકો રસ્તાઓ પર ઉજવણી કરતા જોવા મળ્યા. લોકો ઢોલ વગાડી ખુશી મનાવી રહ્યા હતા. તો મેરઠના દંપતિએ ખુશીથી પોતા નવજાત દીકરાનું નામ વિક્રમ રાખ્યું. તેમનું કહેવું છે કે તેમના માટે આ ખૂબ જ મોટી ખુશીનો દિવસ છે.

મેરઠના વિજય નગરના રહેનારા વર્મા પરિવાર માટે બુધવારનો દિવસ ખુશી લઇ આવ્યો. પરિવારમાં બે દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો. દીકરાના જન્મથી ઉત્સાહિત વર્મા પરિવારે તે સમયે જ નક્કી કરી લીધું કે જો ચંદ્રયાન 3 મિશન સફળ જશે તો તેઓ દીકરાનું નામ વિક્રમ રાખશે. સાંજે ચંદ્રયાનની સફળતા પછી માતા શ્વેતા વર્મા અને પિતા ગૌરવ વર્માએ બાળકનું નામ વિક્રમ રાખ્યું.

વર્મા પરિવારમાં 23 ઓગસ્ટના રોજ સવારે દીકરાનો જન્મ થયો. સાંજે ચંદ્ર પર લેન્ડિગ સફળ રહેતા બાળકનું નામ વિક્રમ રાખલામાં આવ્યું. ચંદ્રયાનના લેન્ડરનું નામ વિક્રમ જ છે. આ પરિવારે પહેલા જ તૈયારી કરી રાખી હતી કે દીકરો થયો તો વિક્રમ લેન્ડરના નામ પર તેનું નામ રાખીશું.

બાળકના પિતા ગૌરવનું કહેવું છે કે વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિગ થતા જ આખી દુનિયામાં દેશનું નામ રોશન થઇ રહ્યું છે. તેવી જ રીતે મારો દીકરો વિક્રમ મોટો થઇ દેશનું નામ રોશન કરશે. આજ કામનાની સાથે તેનું નામકરણ વિક્રમ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp