10 કરોડનો ઘોલૂ, 4 લાખ રૂપિયા તો તેને પાળવાનો ખર્ચ થાય, માલિક કરે વીર્યથી કમાણી
તમે કરોડોની કાર કે પછી બંગલા બાબતે સાંભળ્યું હશે, પરંતુ શું 10 કરોડના પાડા વિશે ક્યારેય સાંભળ્યું છે? તમને આ બાબતે કદાચ જ તમને કોઈ જાણકારી હશે. એક પાડાની કિંમત એટલી હશે, તેના પર તમે વિશ્વાસ કરવા માટે ખચકાતા નજરે પડશો. દેશમાં એક વ્યક્તિ એવો પણ છે જેની ભેંસોની કિંમતો કરોડોમાં આંખવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આયોજિત કૃષિ અને પશુ મેળામાં ઘોલૂ 2 નામનો એક પાડો ચર્ચામાં છે. 5 ફૂટ 7 ઈંચના આ પાડાનું વજન 16 ક્વિન્ટલ છે.
તમને જાણીએ હેરાની થશે કે આ પાડાની કિંમત 10 કરોડ રૂપિયા લાગી ચૂકી છે. હાલમાં આ પાડાની કિંમત સિવાય તેનું હૃષ્ટ-પૃષ્ટ શરીર જોઈને પણ લોકો હેરાન છે. ઘોલૂ 2ના માલિક હરિયાણાના પાનીપતના રહેવાસી નરેન્દ્ર સિંહ છે. તેઓ તેને લઈને મુજફ્ફરનગરમાં આયોજિત કૃષિ અને પશુ મેળામાં પહોંચ્યા છે. ઘોલૂ 2ની માતાની નામ રાની અને પિતાની નામ PC 483 અને દાદાનું નામ ઘોલૂ છે. ઘોલૂ 2ના દાદા ઘોલૂ 11 વર્ષ સુધી નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યો છે.
ઘોલૂ 2 પણ 6 વખત નેશનલ ચેમ્પિયન જીતી ચૂક્યો છે. હાલમાં જ 13 માર્ચના રોજ ઘોલૂ 2 હરિયાણાના દાદરીમાં થયેલા સ્ટેટ શૉમાં 5 લાખ રૂપિયાનો બેસ્ટ એનિમલ ઓફ ધ શૉનું ટાઇટલ જીતી ચૂક્યો છે. પશુપાલક નરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ઘોલૂ 2 આખા દિવસમાં 10 કિલો સૂકો ચારો અને 10 કિલો ચણા ખાય છે. તેના ખાનપાનમાં દર મહિને 30 હજાર રૂપિયાનો મહિને ખર્ચ આવે છે. તે પોતાના માલિકને 30-40 કરોડ રૂપિયા પોતાના માલિકને વાર્ષિક કમાઈને પણ આપે છે. તેના નાહવા માટે સ્વિમિંગ પુલ પણ છે.
ઘોલૂ 2 બૂલ છે જેના કારણે તેની કિંમત 10 કરોડ રૂપિયા લગાવવામાં આવી રહી છે. આ કિંમત ઘણી એજન્સીઓ લગવી ચૂકી છે. તો નરેન્દ્ર બતાવે છે કે ઘોલૂથી 30-40 કરોડ રૂપિયાની આવક થાય છે. તે કેવી રીતે ચાલો જાણીએ. ઉલ્લેખનીય છે કે, દેશમાં સારી પ્રજાતિવાળી ભેંસોના સિમન એટલે કે વીર્યની કિંમત ખૂબ વધારે હોય છે, એવામાં ઘોલૂ 2ના સિમનની માગ દેશમાં ઘણી વધારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp