IAS ટીના ડાબી બાદ તેમની નાની બહેન રિયાએ કર્યા લગ્ન, IPS છે તેમના પતિ

ભારતીય પ્રશાસનિક સેવા (IAS)ના વર્ષ 2021 બેચના અધિકારી રિયા ડાબીએ મહારાષ્ટ્ર કેડરના ભારતીય પોલીસ સેવાના (IPS) અધિકારી મનિષ કુમાર સાથે લગ્ન કરી લીધા છે. રિપોર્ટ્સ મુજબ, બંનેએ એપ્રિલ મહિનામાં એક-બીજાની સહમતીથી કોર્ટ મેરેજ કર્યા છે. હવે જલદી જ બંને રિસેપ્શનથી આ ખુશીને શેર કરશે. રિયા UPSC બેચ 2016ની ટોપર IAS ટીના ડાબીની નાની બહેન છે. IAS રિયા ડાબી સાથે લગ્ન કર્યા બાદ IPS મનિષ કુમારે પણ રાજસ્થાન કેડર માટે અરજી કરી હતી. તેને કેન્દ્ર સરકારના કાર્મિક વિભાગે સ્વીકારી લીધી છે.
કાર્મિક વિભાગની નોટિફિકેશન બાદ કેન્દ્ર સરકારે મનિષ કુમારનું કેડર મહારાષ્ટ્રથી બદલીને રાજસ્થાન કરી દીધું છે. રિયા ડાબી ભારતીય પ્રશાસનિક સેવા વર્ષ 2021ની અધિકારી છે. રિયા હાલમાં પોતાના ટ્રેનિંગ કાળમાં રાજસ્થાનના અલવર જિલ્લામાં સહાયક કલેક્ટરના પદ પર કાર્યરત છે. રિયા ડાબી જેસલમેરના કલેક્ટર ટીના ડાબીના નાના બહેન છે. રિયાની મોટા બહેન ટીના ડાબીએ વર્ષ 2016માં આખા દેશમાં UPSC ટોપ કર્યું હતું, તો રિયા ડાબીએ વર્ષ 2021માં UPSC ક્રેક કરીને આખા દેશમાં 15મો રેન્ક હાંસલ કર્યો હતો.
રિયા અને મનિષે હાલમાં ચૂપચાપ પોતાના પરિવારજનોની સહમતીથી કોર્ટ મેરેજ જરૂર કર્યા છે, પરંતુ તેઓ હવે જલદી જ તેની જાહેરાત પણ કરવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને જલદી જ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. બંનેના પરિવાર તેની તૈયારીમાં લાગ્યા છે. જાણકારોનું માનવું છે કે, મનીષની બેચ બદલવાની રાહ જોવાઇ રહી હતી. હવે તેઓ જલદી જ જયપુર કે રાજસ્થાનના કોઈ શાનદાર સ્થળે રિસેપ્શનનું આયોજન કરશે. ઉલ્લેખનીય છે કે, ટીના ડાબી અને રિયા ડાબી બંને જ ચર્ચિત અધિકારી છે.
ટીના ડાબી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ ખૂબ મોટી છે. તે પોતાની દરેક નાની મોટી ખુશી પોતાના ફોલોઅર્સ સાથે શેર કરે છે. આ અગાઉ રિયા ડાબીની મોટી બહેન IAS ટીના ડાબીએ ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. ટીના ડાબીએ 20 એપ્રિલ 2022ના રોજ IAS અધિકારી પ્રદીપ ગવાંડે સાથે જયપુરમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન રિયા ડાબીની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. ટીના ડાબીના પહેલા લગ્ન IAS અધિકારી અતહર અમીર ખાન સાથે વર્ષ 2018માં થયા હતા, પરંતુ બંનેનું લગ્ન જીવન લાંબુ ન ચાલી શક્યું અને વર્ષ 2021માં બંનેએ છૂટાછેડા લઈ લીધા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp