આ ‘રોકેટ વુમન’ કરી રહી છે ચંદ્રયાન મિશનને લીડ, જાણો કોણ છે ઋતુ કરિધાલ શ્રીવાસ્તવ

PC: femina.in

શુક્રવારનો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ છે. આજે આખી દુનિયાની નજરો ભારત પર ટકી હતી. ભારત શુક્રવારે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 મિશનનું લોન્ચિંગ કર્યું હતું. બપોરે 2.35 મિનિટ પર ભારતનું ચંદ્રયાન-3 કુલ 6 પેલોડ્સ સાથે પોતાની અંતરીક્ષની યાત્રા પર નીકળ્યું હતું, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે ભારતના ચંદ્રયાન-3 મિશનના ડિરેક્ટર ઋતુ કરિધાલ શ્રીવાસ્તવ છે, જેમને લખનૌમાં ‘રોકેટ વુમન’ના નામથી ઓળખવામાં આવે છે.

ઋતુ કરિધાલ શ્રીવાસ્તવનો લખનૌ સાથે ગાઢ સંબંધ છે. તેમણે લખનૌ યુનિવર્સિટીથી ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ ગેટ ક્વાલિફાઈ કરીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસથી એરસ્પેસ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી. ઋતુ વર્ષ 1997માં ISRO સાથે એરોસ્પેસ સાયન્ટિસ્ટના રૂપમાં જોડાયા અને પછી ક્યારેય પાછળ ફરીને ન જોયું. ઋતુ શ્રીવાસ્તવ વર્ષ 2019ના ચંદ્રયાન-2 મિશનનો પણ હિસ્સો હતા. તેમના નેતૃત્વમાં ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થયું હતું, જો કે તે પૂરી રીતે સફળ થઈ શક્યું નહોતું.

ફરી એક વખત ઋતુ શ્રીવાસ્તવના નેતૃત્વમાં જ મિશન ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યું છે. ઋતુ શ્રીવાસ્તવની બહેન વર્ષા કહે છે કે, તેની બહેન હંમેશાંથી પરિવારનું ગૌરવ રહી અને હવે ચંદ્રયાન-2ના લોન્ચ બાદ તેમનું સન્માન હજુ વધી ગયું હતું. હવે ફરી એક વખત તેમને ચંદ્રયાન મિશનની કમાન સોંપવામાં આવી છે. વર્ષા બતાવે છે કે માતા-પિતા અકાળે જતા રહ્યા બાદ ઋતુએ જ તેને અને તેના નાના ભાઈ રોહિતને સંભાળ્યા. એવી ઘણી બધી યાદો છે, જ્યારે તે પોતાના માતા અને બહેન ઋતુ સાથે તારાઓને જોયા કરતી હતી.

ખાસ કરીને ઋતુને તારાઓની દુનિયા ખૂબ પસંદ છે. તેઓ કલાકો તારાઓને જોતા રહેતા. ઘણી વખત તારાઓના સમૂહો વચ્ચે કોઈ એક તારા તરફ દેખાડીને માતાને પૂછી લેતા હતા કે એ તારાનું નામ શું છે? ઋતુ પોતાના ભાઈ-બહેનોને હંમેશાં કહે છે કે પોતાની સીમા તોડીને આગળ વધવા માટે ઇચ્છુક રહેવું જોઈએ.

ઋતુનો ઉપલબ્ધિઓની સફર:

ઋતુને અત્યાર સુધી જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ મળી ચૂકી છે. વર્ષ 2007માં તેમને યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો. તેમણે ઘણા મિશનોમાં પોતાની ભૂમિકા ભજવી છે. તેમને આ કારણે રોકેટ વુમન પણ કહેવામાં આવે છે. તેમને ડૉ. એપીજે અબ્દુલ કલામ યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર, માર્સ ઓર્બિટ્રેટર મિશન માટે ISRO ટીમ પુરસ્કાર, ASI ટીમ પુરસ્કાર, સોસાયટી ઓફ ઇન્ડિયન એરોસ્પેસ ટેક્નોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહિલા ઉપલબ્ધિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp