બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની ફિમેલ ડોગે પ્રેગ્નન્ટ થતા અપાયા તપાસના આદેશ

PC: dailyexcelsior.com

મેઘાલય પાસે લાગતી બોર્ડર પર સીમા સુરક્ષા બળ (BSF)ની એક ફિમેલ સ્નિફર ડોંગના પ્રેગ્નેન્ટ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. લેલ્સી નામની ડોંગે 3 ગલૂડિયાઓને જન્મ આપ્યો છે. આખરે ફિમેલ ડોગ પ્રેગ્નેન્ટ કઇ રીતે થઇ ગઇ? એ જાણકારી મેળવવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, તપાસનો આ આદેશ BSFના નિયમો હેઠળ જ જાહેર કરવામાં આવ્યો છે. 43મી બટાલિયનની ફિમેલ ડોગ લેલ્સીએ ગત 5 ડિસેમ્બરના રોજ સીમા ચોંકી (BOP) વાઘમારામાં 3 ગલૂડિયાઓને જન્મ આપ્યો છે.

શિલોંગ સ્થિત BSFના ક્ષેત્રીય મુખ્યલયે આ અંગે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. તેની જવાબદારી BSFના ડેપ્યુટી કમાન્ડેન્ટ અજીત સિંહને આપવામાં આવી છે. તેમણે આ મહિનાના અંત સુધીમાં જવાબ રિપોર્ટ જમા કરાવવો પડશે. BSF સહિત અન્ય કેન્દ્રીય બળોમાં સ્નિફર ડોગ્સના પ્રશિક્ષણ, પ્રજનન, વેક્સીનેશન, આહાર અને સ્વાસ્થ્યને લઇને વિશેષ સાવધાનીઓ રાખવામાં આવે છે. તો નિયમો હેઠળ BSFના પશુ ચિકિત્સા વિંગની સલાહ અને દેખરેખમાં જ શ્વાનોને પ્રજનન કરવાની મંજૂરી આપવામાં આવે છે.

ડોગ્સના ટ્રેનર્સને મોટા ભાગે તેની દેખરેખ માટે તૈનાત કરવામાં આવે છે અને ખૂબ ઓછા સમયમાં તેમના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરવામાં આવે છે. સાથે જ BSF કેમ્પ, BOP કે અન્ય ડ્યૂટી પર તૈનાત તૈનાત સ્નિફર ડોગ્સને નજરથી દૂર થવા દેવામાં આવતા નથી. જો તેઓ કેમ્પ કે BOPમાં છે તો ત્યાં સુરક્ષા ઘેરો હોય છે. કોઇ પણ બાહ્ય શ્વાન કે રખડતા શ્વાન કેમ્પમાં ભરાઇ નહીં શકે. એક્સપર્ટ્સ મુજબ મોટા ભાગની પ્રજાતિની ફિમેલ્સ ડોંગમાં બે વખત ગર્ભવતી થઇ શકે છે, તેના માટે તેના 18 મહિના હોવા જરૂર હોય છે. તો કેન્દ્રીય સુરક્ષા બળોમાં એક વર્ષમાં એક જ વખત ફિમેલ ડોગ્સને ગર્ભાવસ્થા માટે તૈયાર કરવામાં આવે છે.

એક રિપોર્ટ મુજબ, મુખ્ય ચેક પોસ્ટ પર BSF જવાનો સાથે સ્નિફર ડોગ પણ તૈનાત કરે છે. આ ડોગ્સનું કામ શંકાસ્પદ વસ્તુઓને સૂંઘીને તેમને પકડવામાં મદદ કરવાનું હોય છે. ડોગ્સ જ્યારે પ્રેગ્નેન્ટ હોય છે તો તેમની સૂંઘવાની તાકત નબળી થઇ જાય છે. એવામાં તે પોસ્ટ પર પોતાનું કામ કરી શકતી નથી. આ ફિમેલ ડોગ ભારત-બાંગ્લાદેશ બોર્ડરની ચોંકી પર પોસ્ટેડ હતી. એવામાં તેના પ્રેગ્નેન્ટ થવાથી તેનું કામ પ્રભાવિત થયું હશે. એટલે BSFએ એવો નિયમ બનાવ્યો છે કે, જે પણ સ્નિફર ડોગ પોસ્ટિંગ પર હોય છે તેને પ્રેગ્નેન્ટ ન થવા દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp