મણિપુર હિંસા વચ્ચે મિઝોરમ કેમ છોડવા મજબૂર થયા મેતેઈ સમુદાયના લોકો?

PC: indiatodayne.in

મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવા અને યૌન ઉત્પીડનનો વીડિયો વાયરલ થયા બાદ જાતીય તણાવ હજુ વધી ગયો છે. હવે મિઝોરમમાં રહેતા મેતેઈ સમુદાયના લોકો વચ્ચે ડરનો માહોલ છે. મેતેઇ લોકોએ મિઝોરમ છોડવાની શરૂઆત કરી દીધી છે. મિઝોરમના પૂર્વ ઉગ્રવાદીઓના એક ગ્રુપે મેતેઈ લોકોને ધમકી આપી હતી કે, તેઓ પોતાની સુરક્ષા માટે રાજ્યમાંથી જતા રહે. ત્યારબાદ હવે મણિપુર સરકારે પણ કહ્યું કે, તેઓ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા લોકોને મણિપુર લાવવા માટે તૈયાર છે. મિઝોરમ પોલીસે રાજધાની આઇઝોલની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, મિઝોરમના મિજો સમુદાયના લોકોનું મણિપુરના કુકી સમુદાય સાથે ઊંડો જાતીય સંબંધ છે. 3 મેના રોજ મણિપુરમાં થયેલી હિંસા બાદ કુકી સમુદાયના 12,500 લોકોએ મિઝોરમમાં શરણ લીધું છે. 21 જુલાઇના અંડરગ્રાઉન્ડ મિજો નેશનલ ફ્રન્ટ ઉગ્રવાદીઓ સાથે જોડાયેલા એક સંગઠનની ધમકી બાદ આ તણાવ શરૂ થયો. આ સંગઠનનું નામ પીસ અકોર્ડ MNF રિટર્નિઝ એસોસિએશન (PAMRA) છે. સંગઠને નિવેદનમાં કહ્યું હતું કે, મણિપુરમાં કુકી સમુદાય વિરુદ્ધ હિંસાથી મિજો લોકોની ભાવનાઓને ખૂબ ઠેસ પહોંચી છે.

રિપોર્ટ્સ મુજબ, આઈઝોલમાં લગભગ 2,000 મેતેઈ સમુદાયના લોકો રહે છે. તેમાં સરકારી કર્મચારી, વિદ્યાર્થી અને વર્કર્સ છે. મોટા ભાગના આસમાની ઘાટીના રહેવાસી છે. ઉગ્રવાદી ગ્રુપની ધમકી બાદ મિઝોરમના DIG (નોર્ધન રેન્જ)એ મેતેઈ લોકોની સુરક્ષા માટે એક આદેશ જાહેર કર્યો. આઈઝોલમાં 4 જગ્યાઓ પર સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા. જો કે, 22 જુલાઈની બપોર સુધી ઘણા મેતેઈ લોકો મિઝોરમ છોડીને જવા લાગ્યા. મિઝોરમ છોડીને જવાનો પ્લાન બનાવી રહેલા એક વ્યક્તિએ કહ્યું કે, તે પોતાના પરિવાર સાથે ખાનગી ગાડી આસામ જશે.

મિજો લોકો ખૂબ નેક છે, પરંતુ હવે ઘણા મેતેઈ લોકો પોતાના ભાડાના મકાન છોડીને જઈ રહ્યા છે. બરાક ઘાટીના ઘણા લોકો રોડથી જ નીકળી રહ્યા છે. ઘણા લોકો આઇજોલ એરપોર્ટ પર રોકવાનું વિચારી રહ્યા છે. લોકો ડરેલા છે. જો કે, મિઝોરમ સરકારે કહ્યું કે, તેમને કોઈ જોખમ નથી. મિઝોરમના ગૃહ કમિશનરે જણાવ્યું કે, મેં PSMRA સાથે વાત કરી છે, તેમણે જણાવ્યું કે, તેમના મેસેજને ખોટી રીતે લેવા આવ્યો છે. તેમણે કહ્યું કે, આ ધમકી નહોતી, પરંતુ મેતેઈ લોકોની સુરક્ષા માટે ચિંતા જાહેર કરી હતી.

મણિપુરમાં છેલ્લા અઢી મહિનાથી જાતીય હિંસા ચાલી રહી છે. હાલમાં જ 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો આવવા પર તણાવ હજુ વધી ગયો છે. 22 જુલાઈની રાત્રે પણ ચુરાચાંદપુર અને ઇમ્ફાલ પાસે મેતેઈ અને કુકી સમુદાય વચ્ચે ખૂબ મોડે સુધી ફાયરિંગ થતી રહી. બિષ્ણુપુરમાં એક શાળામાં આગ લગાવી દેવામાં આવી. 2 મે બાદ હિંસામાં 160 કરતા વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp