વટ સાવિત્રી પહેલા પત્ની પીડિત પતિઓએ મનાવી પીપલ પૂર્ણિમા,યમરાજાને કરી આ પ્રાર્થના

પતિની લાંબી ઉંમર માટે મહિલાઓ જેઠ મહિનામાં આવતી પૂનમના દિવસે વટ સાવિત્રીની પૂજા કરે છે. આ વર્ષે કેટલીક જગ્યાઓ પર 3 તારીખે તો કેટલીક જગ્યાઓ પર 4 તારીખે વટ સાવિત્રી પૂર્ણિમા મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. મહિલાઓ વડના ઝાડની નીચે સાવિત્રી દેવીની પૂજા કરે છે. પતિની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની કામના કરતા વડના વૃક્ષની ચારેબાજુએ સૂતરના દોરાને 108 વાર બાંધે છે. ત્યારબાદ વડના વૃક્ષની નીચે જ સાવિત્રી-સત્યવાનની કથા સાંભળે છે.
દરમિયાન, મહારાષ્ટ્રના સંભાજીનગરથી એક અજીબ ઘટના સામે આવી છે. અહીં કથિતરીતે પત્નીઓથી પીડિત અને હેરાન કેટલાક લોકોએ વટ સાવિત્રી પૂજા પહેલા પીપલ પૂર્ણિમા મનાવી અને વૃક્ષના 121 ફેરા ફર્યા. સાથે જ યમરાજાને પ્રાર્થના કરતા કહ્યું કે, અમને આ પત્નીઓ સાથે રાખવાને બદલે હંમેશાં માટે છૂટકારો અપાવી દો. આ પૂજા પત્ની પીડિત પુરુષ આશ્રમમાં કરવામાં આવી. જેમા ભારે સંખ્યામાં પુરુષો સામેલ થયા અને એટલું જ નહીં તે તમામે વિધિ- વિધાન પૂર્વક વૃક્ષના 121 ફેરા ફર્યા.
અહીં પૂજા કરનારા પત્ની પીડિત પતિ ભરત ફુલારીએ જણાવ્યું કે, તેમણે સંભાજીનગરમાં પત્ની પીડિત પુરુષ આશ્રમમાં આજે પીપલ પૂર્ણિમા મનાવી. તેનુ કારણ એ છે કે, કેટલીક જગ્યાઓ પર 3 જૂને અને કેટલીક જગ્યાઓ પર 4 જૂને વટ સાવિત્રી પૂર્ણિમા મનાવવામાં આવશે અને અમારા બધાની પત્નીઓ વટ સાવિત્રીની પૂજા કરીને પ્રાર્થના કરશે કે તેમને સાત જન્મો સુધી આ જ પતિ મળે.
ભરતે કહ્યું કે, છેલ્લાં કેટલાક સમયથી અમારા તમામની પત્નીઓ અમને એટલા હેરાન કરી રહી છે કે, અમે સાત જન્મ તો શું સાત સેકન્ડ પણ તેની સાથે નથી રહેવા માંગતા. આથી, અમે પીપલ પૂર્ણિમા મનાવી. અમારી પત્નીઓએ સાત ફેરા લઇને અમને લગ્નના બંધનમાં બાંધ્યા છે, તેના જવાબમાં અમે 121 ઊંધા ફેરા લીધા, સાથે જ યમરાજાને કહ્યું કે, અમને આ પત્નીઓની સાથે રાખવાને બદલે હંમેશાં માટે છૂટકારો અપાવી દો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp