પોલીસ પતિને ઉઠાવી ગઇ, પત્ની અને ભત્રીજાએ પીછો કર્યો, કન્ટેનર નીચે બંને કચડાયા

PC: bhaskar.com

ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. પોલીસને પતિ ઉઠાવી ગઇ તો પત્ની અને ભત્રીજાએ સ્કુટી પર પોલીસ વાનનો પીછો કર્યો એ દરમિયાન એક કન્ટેનરના અકસ્માતમાં પત્ની અને ભત્રીજા બંનેના મોત થયા હતા. પતિના ભાઇનો ચેક રીટર્નના એક કેસમાં પોલીસ ઉંચકી ગઇ હતી.

ઉત્તર પ્રદેશની હાપુડ પોલીસ મેરઠના એક વેપારીના ઘરે આવી હતી અને પોલીસ વાનમાં બેસાડીને લઇ ગઇ હતી. વેપારીના પરિવારે વિરોધ કર્યો, પરંતુ પોલીસ તેમને ઉંચકી ગઇ હતી.  આ પછી વેપારીની પત્ની અને તેના ભત્રીજાએ સ્કુટી પર પોલીસ વાનનો પીછો કર્યો , પરંતુ કમનસીબે એક ટેન્કર સાથે અકસ્માતમાં બંને કચડાઇ ગયા હતા. આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી.

મેરઠના વેપારી ચેતન પ્રકાશ ગર્ગે જણાવ્યું કે ગઈકાલે રાત્રે 5 વાહનો તેમના ઘરે પહોંચ્યા હતા. 5 લોકો પોલીસ યુનિફોર્મમાં અને 10 લોકો સાદા કપડામાં હતા. બધાએ પોતાને હાપુડ પોલીસ હોવાનું કહ્યું હતું. ચેક બાઉન્સ થયો હોવાનું કહી મારા ભાઈને તેના નામે કોર્ટનું બિનજામીનપાત્ર વોરંટ બતાવી સાથે લઈ જવા લાગ્યા હતા. જેના પર મારી પત્ની ચિત્રા અને ભત્રીજા મોહિત અને પરિવારના અન્ય સભ્યોએ વિરોધ કર્યો હતો. બાદમાં પોલીસ મને વાનમાં બેસાડીને હાપુડ લઈ જવા લાગી હતી.

ચેતન ગર્ગે કહ્યું એ પછી મારી પત્ની ચિત્રા મારા ભત્રીજા સાથે સ્કુટી પર બેસીને પીછો કરવા નિકળી હતી. ત્યારે ખરખૌદા પોલીસ સ્ટેશન પાસે એક કન્ટેનરની ટકકર લાગતા પત્ની અને ભત્રીજાના મોત થયા છે. ચેતને હાપુડ પોલીસ અને હાપુડના એક વેપારી પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ લગાવ્યો હતો. ચેતને કહ્યુ કે હાપુડ પોલીસ પછી મેરઠના સ્થાનિક ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં છોડીને ચાલી ગઇ હતી.

મેરઠના વેપારી ચેતન ગર્ગે આરોપ લગાવતા કહ્યું હતું કે, હાપુડના સંજીવ અગ્રવાલ નામનો વેપારી અમારા બધા ભાઇઓની પાછળ પડ્યો છે. અમારો એની સાથે જૂનો હિસાબ-કિતાબ ચાલે છે. તેણે ખોટી રીતે ચેક બાઉન્સ કરાવ્યા હતા અને પોલીસની સાથે સંજીવ અગ્રવાલ પણ આવ્યો હતો.

આ મામલે હાપુડના  SP અભિષેક વર્માએ કહ્યું હતું કે, હાપુડ પોલીસ બિનજામીનપાત્ર વોરંટ વ્યક્તિને લેવા માટે મેરઠ ગઈ હતી. જ્યારે સંબંધિત વ્યક્તિ ત્યાં ન મળી ત્યારે તેના સંબંધીને સ્થાનિક પોલીસની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન વ્યક્તિની પત્ની અને અન્ય સંબંધીઓ પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. રસ્તામાં કન્ટેનર સાથે અથડાતા તેમનામોત થયા છે. મેરઠ પોલીસે કન્ટેનર જપ્ત કર્યું છે. આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp