મેટ્રોનો થાંભલો પડતા મહિલા અને બાળકનું મોત, કોંગ્રેસે કહ્યું-40% કમિશનનું પરિણામ

PC: amarujala.com

કર્ણાટકના બેંગલુરુમાં મંગળવારે સવારે નિર્માણાધીન મેટ્રોનો થાંભલો તૂટી પડતાં એક મહિલા અને તેના ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જણાવી દઈએ કે મહિલા તેના પતિ અને બે બાળકો સાથે બાઇક પર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. જ્યારે પતિ અને પુત્રી હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના બેંગલુરુના નાગાવારા વિસ્તારની છે.

આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, દંપતી અને તેમના જોડિયા બાળકો (એક પુત્રી અને એક પુત્ર) તેમની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભારે લોખંડનો પોલ તેમના પર પડ્યો હતો. આ અકસ્માતમાં તેજસ્વીની અને તેનો પુત્ર વિહાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યાંથી પસાર થતા લોકોએ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. તેજસ્વીનીના પતિ લોહિત અને પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસે જણાવ્યું કે, લોહિત બાઇક ચલાવી રહ્યો હતો અને તેજસ્વીની પાછળ બેઠી હતી, બંનેએ હેલ્મેટ પહેર્યું હતું. એક અધિકારીએ કહ્યું, આજે સવારે મેટ્રોનો પોલ પડી ગયો અને એક બાઇક સાથે અથડાયો જેના પર ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેજસ્વીની અને તેનો પુત્ર વિહાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક અલ્ટીયસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કમનસીબે તેમનું ત્યાં જ મૃત્યુ થયું હતું. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

ત્યારે આ ઘટના બાદ રાજ્યની BJP સરકાર વિપક્ષના નિશાના પર છે. કોંગ્રેસે ફરી એકવાર રાજ્યની BJP સરકાર પર 40 ટકા કમિશન લેવાનો આરોપ લગાવ્યો છે. કર્ણાટક કોંગ્રેસના વડા DK શિવકુમારે કહ્યું, આ 40% કમિશન સરકારનું પરિણામ છે. વિકાસના કામોમાં ગુણવત્તા નથી.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કર્ણાટકમાં એક લિંગાયત ધર્મગુરુએ રાજ્યની BJP સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકાર 30 ટકા કમિશન લઈને જ મઠનું અનુદાન મંજૂર કરે છે. લિંગાયત ધાર્મિક નેતા ડીંગલેશ્વર સ્વામીએ નિવેદનમાં કહ્યું કે, દરેક વ્યક્તિ જાણે છે કે શું થઈ રહ્યું છે. જો સ્વામીજી (મઠ)ને ગ્રાન્ટ આપવી હોય તો 30 ટકા કમિશન આપ્યા પછી જ શક્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp