જે ટીમ 5 વાર વર્લ્ડ કપ જીતી, માઇકલે એ ટીમને જ ટોપ 4માંથી બહાર રાખી

PC: Cricwick.com

વર્લ્ડ કપ 2023ને શરૂ થવામાં માત્ર થોડા જ દિવસો બચ્યા છે. આવનારી ટૂર્નામેન્ટને લઇ સૌ કોઈ ઉત્સાહમાં છે. આ ટૂર્નામેન્ટની પહેલી મેચ 5 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે. તે પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પોતાના વિચાર રજૂ કર્યા છે. તેમનું માનવું છે કે, આ વખતે ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ભારત અને પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં પહોંચી શકે છે.

48 વર્ષીય પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટરે સોશિયલ મીડિયા એક્સના માધ્યમથી પોતાના વિચાર શેર કર્યા છે. તેમણે લખ્યું કે, આ અઠવાડિયાથી વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. રાહ જોવી અઘરી બની રહી છે. મારી ચાર સેમીફાઇનલની ટીમ- ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ભારત અને પાકિસ્તાન.

માઇકલ વૉનની આ લિસ્ટમાંથી ઓસ્ટ્રેલિયા બહાર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને વૉને પોતાની લિસ્ટમાં સામેલ કરી નથી. જેને જોઇ હેરાની થાય છે. જણાવીએ કે, ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. કંગારૂ ટીમે પાંચ વાર વર્લ્ડ કપનો તાજ પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમે પહેલીવાર વર્લ્ડ કપ 1987માં જીત્યો હતો. ત્યાર પછી 1999, 2003, 2007 અને 2015માં પણ ટ્રોફી પોતાના નામે કરવામાં સફળ રહી હતી.

ખેર, માઇકલ વૉનની આ ટ્વીટ પછી ઓસ્ટ્રેલિયાના ખેલાડી માર્ક વોગે તેની ટ્વીટ પર જવાબ આપતા લખ્યું કે, માઇકલ ક્રિકેટ પર તારો જાદુ હવે પહેલા જેવી રહી નથી.

ઈંગ્લેન્ડને એકવાર મળી સફળતા

તો ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની વાત કરીએ તો ઈંગ્લીશ ટીમે વર્લ્ડ કપ ઈતિહાસમાં માત્ર એકવાર જ ખિતાબ પોતાના નામે કર્યો છે. 2019માં ઈયોન મોર્ગનની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ જીતી હતી.

વર્લ્ડ કપની પહેલી મેચ 5 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે. ઈંગ્લેન્ડ ડિફેંડિંગ ચેમ્પિયન છે. જ્યારે ન્યૂઝીલેન્ડ રનર-અપ રહી હતી. વર્લ્ડ કપ 2023 ભારત હોસ્ટ કરી રહ્યું છે અને પાછલા 3 વર્લ્ડ કપ હોસ્ટ કન્ટ્રી જ જીતી છે. 2011 પહેલા કોઇપણ હોસ્ટ દેશ વર્લ્ડ કપ જીતી શક્યું નહોતું. ભારતે 2011 વર્લ્ડ કપ. ઓસ્ટ્રેલિયા 2015 વર્લ્ડ કપ અને ઈંગ્લેન્ડ 2019 વર્લ્ડ કપ પોત-પોતાની મેજબાનીમાં જીત્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp