મધ્યાહન ભોજન મૃત સાંપ મળ્યો, ઝેરી ભોજન ખાવાથી 20થી વધુ વિદ્યાર્થી બીમાર

PC: anandabazar.com

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના મયુરેશ્વર પોલીસ સ્ટેશનાં મંડલપુર પ્રાથમિક શાળામાં સોમવારે મધ્યાહન ભોજનમાં દાળમાં એક મૃત સાંપ મળવાથી હાહાકાર મચી ગયો, ઝેરી ભોજન ખાવાથી લગભગ 20 વિદ્યાર્થી-વિદ્યાર્થિની બીમાર થઇ ગયા છે. તેમને તાત્કાલિક સ્થાનિક હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ત્યારબાદ રામપુરહાટ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં બાળકોને એડમિટ કરાવવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ વાલીઓ અને ગ્રામજનો શાળા પરિસરમાં પહોંચી ગયા અને જોરદાર હોબાળો કર્યો.

શાળા પરિસરમાં ઉપસ્થિત મુખ્ય શિક્ષકની બાઇક અને ટેબલ, ખુરશી તોડી નાંખ્યા. સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ બોલાવવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે, બીમારોને રામપુરહાટ મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. લગભગ 4 બાળકોએ ઊલટીની ફરિયાદ કરી. પોલીસ સ્થિતિને નિયંત્રિત કરવામાં લાગી ગઇ. આ દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે રોજની જેમ આજે પણ સવારે મધ્યાહન ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન આપવા દરમિયાન દાળની ડોલમાં મૃત સાંપ મળી આવ્યો.

આ ઘટના સામે આવ્યા બાદ આખા સ્કૂલ પરિસરમાં હોબાળો મચી ગયો. બાળકો આતંકિત થઇ ગયા અને ડર ફેલાઇ ગયો. લગભગ 15 થી 20 બાળકોએ મધ્યાહન ભોજન ખાધું હતું. ડૉક્ટરનું કહેવું છે કે, ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. બધા બાળકો સુરક્ષિત છે. બાળકોને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન શાળા પરિસરમાં મધ્યાહન ભોજન બનાવનારા કર્મચારીઓ વિરુદ્ધ સ્થાનિક ગ્રામજનોએ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો અને હોબાળો કરી શાળામાં તોડફોડ કરી.

સ્થાનિક ગ્રામજનો અને વાલીઓનો આરોપ છે કે ન તો સ્વચ્છતાથી મધ્યાહન ભોજન બનાવવામાં આવે છે અને ન તો મધ્યાહન ભોજન બનાવનારા કર્મચારી ધ્યાન રાખે છે. આજે આટલી મોટી ઘટના થઇ ગઇ કે દાળમાં મરેલો સાંપ મળ્યો છે. આ ઘટનાને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક નેતાઓએ નિંદા કરી છે. શાળામાં મધ્યાહન ભોજનમાં રસોઇ બનાવનારી ચમેલી બાગદીએ કહ્યું કે, તેણે રોજની જેમ આજે પણ શાળાના લગભગ 36 વિદ્યાર્થીઓ માટે મધ્યાન ભોજન બનાવ્યું હતું.

મધ્યાહન ભોજન બનાવવા પહેલા 14 વિદ્યાર્થી ભોજન કરવા બેઠા હતા. તેમાંથી 4 બાળકોએ પહેલા ભોજન કર્યું. બાકી ખાવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે ડોલમાંથી દાળ લેવા દરમિયાન જોયું કે નીચે કંઇક પડ્યું છે. વાસણ ઉઠાવીને જોયું તો દાળની ડોલમાં મરેલો સાંપ પડ્યો હતો. એ જોઇને તાત્કાલિક ભોજન બંધ કરી દેવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp