દૂધની કિંમત ગયા વર્ષની સરખામણી 10.5 ટકા વધી છે, આ છે કારણો

PC: thoughtco.com

દુધ અને દુધના ઉત્પાદનોનાના ભાવમાં મોંઘવારી છેલ્લાં 20 મહિનામાં વધી છે અને તેમાં પણ છેલ્લાં 5 મહિનામાં દુધના ભાવોએ તો બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે. દૂધ ઉદ્યોગ સાથે નજીકથી જોડાયેલા લોકોના મતે, પુરવઠા અને માંગના પરિબળોનું સંયોજન હોઈ શકે છે, જેમાં કોરોના મહામારી નોંધપાત્ર ભૂમિકા ભજવી રહી છે.

ફેબ્રુઆરી 2022 અને જુલાઈ 2022માં થોડો ઘટાડો સિવાય, ગ્રાહક ભાવ સૂચકાંકની 'દૂધ અને દૂધની બનાવટો' શ્રેણીમાં ફુગાવો જુલાઈ 2021 થી ફેબ્રુઆરી 2023 સુધી લગભગ દર મહિને ઝડપી બન્યો છે. ડેટા એ પણ દર્શાવે છે કે, ઑક્ટોબર 2022 થી, દૂધના ભાવમાં ફુગાવો દેશમાં ભાવ વધારાના સામાન્ય દર કરતાં વધી ગયો છે, અને તેનું પણ અંતર વધી રહ્યું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇસ ડેટા અનુસાર, 4 એપ્રિલ, 2023ના રોજ એક લિટર દૂધની સરેરાશ કિંમત 51.4 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 4 એપ્રિલ, 2023ના રોજ 56.8 રૂપિયા થઈ ગઈ છે જે એક વર્ષમાં 10.5 ટકાનો વધારો દર્શાવે છે.

National Dairy Research Instituteve પૂર્વ પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ બી.એસ. ચંદેલે જણાવ્યું હતું કે, દૂધના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ ઇનપુટ ખર્ચમાં વધારો છે, જેનો એક ભાગ ઘાસચારાના ભાવમાં વધારો થવાને કારણે છે. દૂધાળા પશુઓ માટે કમ્પાઉન્ડ ફીડમાં વપરાતા કન્સ્ટ્રેન્ટ અને મિનરલ્સની કિંમતમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી અને તે પછી કેરી ઓન ઇફેક્ટસને કારણે ઇનપૂટ કોસ્ટ વધી છે અને ફીડના વધેલા ભાવોને કારણે પણ દુધના ભાવ પર અસર પડી છે.

અમુલ ડેરીના પુર્વ મેનેજિંગ ડિરેકટર અને ભારત ડેરી સંઘના વર્તમાન પ્રમુખ આર એસ સોઢીએ કહ્યું કે, પુરવઠાના મુદ્દાઓ ચોક્કસપણે આમાં ભૂમિકા ભજવે છે, આ મુદ્દો એ હકીકતમાં પણ રહેલો છે કે દૂધ ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે. સોઢીએ કહ્યું કે, કોરોના મહામારી અને લોકડાઉનને કારણે દુધની માંગમાં ઝડપથી ઘટાડો આવ્યો હતો જેની વ્યાપક અસર પડી.

સોઢીએ આગળ કહ્યું કે, લોકડાઉન દરમિયાન માંગમાં ઘટાડો થયો હોવા છતાં, તે એટલા માટે નથી કારણ કે દૂધાળા પ્રાણીઓએ દૂધનું ઉત્પાદન બંધ કરી દીધું હતું, અને તેથી દૂધ અને તેના ઉત્પાદનોના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો.  પરિણામે, પછીના વર્ષમાં, ભાવમાં ઘટાડો થવાને કારણે, ખેડૂતોએ શક્ય તેટલું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કર્યો ન હતો જેટલો પ્રયાસ તેઓ કરી શકતા હતા. પશુપાલન અને ડેરી વિભાગના આંકડા પરથી ખબર પડે છે કે ભારતમાં દુધનું ઉત્પાદન દર વર્ષે વધે છે, પંરતુ કોરોના મહામારી પછી ઉત્પાદનના વૃદ્ધિ દરમાં ઝડપથી ઘટાડો આવ્યો.

સોઢીએ કહ્યું, બીજું પરિબળ એ છે કે કોવિડ-19 દરમિયાન પશુઓનું કૃત્રિમ ગર્ભાધાન થઈ શકતું ન હતું, જેના કારણે તેમના વાછરડામાં વિલંબ થયો હતો. તેની અસર બે વર્ષ પછી જોવા મળી.

ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે લંપી ચામડીનો રોગ, જે છેલ્લા એક વર્ષમાં ભારતમાં પશુઓને મોટા પ્રમાણમાં અસર કરી રહ્યો છે, તેણે દેશમાં દૂધ ઉત્પાદન પર બહુ અસર કરી નથી.

પુરાવા સૂચવે છે કે આ રોગ મોટાભાગે  એપશુઓને અસર કરે છે જે પહેલાથી જ વૃદ્ધ અને બીમાર છે, અને તેથી કોઈ પણ સંજોગોમાં વધુ દૂધ આપતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp