રિટાયર્ડ સ્ટોર કીપરના ઘરેથી મળી અધધ.. સંપત્તિ, 45 હજાર પગાર ને 10 કરોડનો માલિક!!

મધ્ય પ્રદેશમાં હાલમાં જ એક અસિસ્ટેંટ ઈજનેરને ત્યાંથી કરોડોની સંપત્તિ મળી આવી હતી. તો આ વખતે એક સ્ટોર કીપર કરોડપતિ બની સામે આવ્યો છે. આ સ્ટોરકીપરે ચોકીદારી કરતા કરતા કઈ રીતે કરોડોની સંપત્તિ બનાવી દીધી એ ચોંકાવનારી વાત છે.

મધ્ય પ્રદેશમાં સ્ટોર કીપરના પદેથી રિટાયર થયેલ કર્મચારીના ભોપાલ અને વિદિશામાં રેડ મારવામાં આવી. આ દરમિયાન તેની પાસેથી 10 કરોડથી વધુની સંપત્તિ મળી આવી. અશફાક અલી નામનો આ કર્મચારી રાજગઢની જિલ્લા હોસ્પિટલમાં સ્ટોર કીપર હતો. આવક કરતા વધારે સંપત્તિની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

45 હજાર મહિને પગાર

 લોકાયુક્ત એસપી મનુ વ્યાસનું કહેવું છે કે સ્ટોર કીપર અશફાક અલી જ્યારે રિટાયર થયા ત્યારે તેમનો પગાર લગભગ 45 હજાર રૂપિયા હતો. ત્યાર પછી જ્યારે ટીમે રેડ કરી અને જે સંપત્તિઓ મળી, તે આવક કરતા વધારે જોવા મળી. એસપીએ જણાવ્યું કે અશફાક અલી લટેરીમાં 14 હજાર સ્ક્વેર ફૂટમાં એક શોપિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ કરી રહ્યો હતો. આ ઉપરાંત તે 3 માળની બિલ્ડિંગમાં સ્કૂલ પણ ચલાવી રહ્યો છે.

રેડ દ્વારા ખબર પડી કે અશફાકના પરિવારના લોકોના નામે 16થી વધારે અચલ મિલકતો હતી. તો 50થી વધારે અચલ સંપત્તિઓને લઇ ભોપાલ, વિદિશા અને લટેરીમાં છાપેમારી ચાલી રહી છે. લોકાયુક્તની ટીમે જ્યારે કર્મચારીના ભોપાલના ઘરે રેડ મારી તો ઘરની અંદરનું ઈન્ટીરિયર જોઇ તેઓ ચોંકી ગયા. મોડ્યૂલ કિચન, લાખો રૂપિયાનું ઝુમ્મર, ફ્રીજ, ટીવી ઉપરાંત મોંઘા સોફા અને શોકેસ હતા. રેડ દરમિયાન તેના ઘરેથી 46 લાખના દાગીના અને લગભગ 20 લાખ રોકડ મળી આવી. આ રોકડ ગણવા માટે મશીન મગાવવામાં આવી.

હેમા મીણાના ઘરેથી મળી આવેલી 7 કરોડની સંપત્તિ

યાદ હોય તો થોડા મહિના પહેલા આજ લોકાયુક્તની ટીમે જ્યારે એક અસિસ્ટંટ ઈજનેર હેમા મીણાને ત્યાં રેડ મારી હતી તો ત્યાંથી 7 કરોડથી વધારાની મિલકત મળી આવી હતી. ટીમે ભોપાલ ઉપરાંત રાયસેન અને વિદિશામાં સ્થિત ઘરોમાં છાપેમારી કરી હતી. જેમાં ઈજનેરને ત્યાંથી લગભગ 7 કરોડની મિલકત મળી આવી હતી. 30 હજારના પગારવાળી આ ઈજનેર હાઉસિંગ કોર્પોરેશન ભોપાલમાં અસિસ્ટંટ એન્જિનિયર પર કાર્યરત છે. તેની સામે 2020માં આવક કરતા વધારે સંપત્તિની ફરિયાદ મળી હતી. તેને લઇ તપાસ થઇ અને કેસ દાખલ કરવામાં આવ્યો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.