રિટાયર્ડ સ્ટોર કીપરના ઘરેથી મળી અધધ.. સંપત્તિ, 45 હજાર પગાર ને 10 કરોડનો માલિક!!

મધ્ય પ્રદેશમાં હાલમાં જ એક અસિસ્ટેંટ ઈજનેરને ત્યાંથી કરોડોની સંપત્તિ મળી આવી હતી. તો આ વખતે એક સ્ટોર કીપર કરોડપતિ બની સામે આવ્યો છે. આ સ્ટોરકીપરે ચોકીદારી કરતા કરતા કઈ રીતે કરોડોની સંપત્તિ બનાવી દીધી એ ચોંકાવનારી વાત છે.
મધ્ય પ્રદેશમાં સ્ટોર કીપરના પદેથી રિટાયર થયેલ કર્મચારીના ભોપાલ અને વિદિશામાં રેડ મારવામાં આવી. આ દરમિયાન તેની પાસેથી 10 કરોડથી વધુની સંપત્તિ મળી આવી. અશફાક અલી નામનો આ કર્મચારી રાજગઢની જિલ્લા હોસ્પિટલમાં સ્ટોર કીપર હતો. આવક કરતા વધારે સંપત્તિની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
45 હજાર મહિને પગાર
લોકાયુક્ત એસપી મનુ વ્યાસનું કહેવું છે કે સ્ટોર કીપર અશફાક અલી જ્યારે રિટાયર થયા ત્યારે તેમનો પગાર લગભગ 45 હજાર રૂપિયા હતો. ત્યાર પછી જ્યારે ટીમે રેડ કરી અને જે સંપત્તિઓ મળી, તે આવક કરતા વધારે જોવા મળી. એસપીએ જણાવ્યું કે અશફાક અલી લટેરીમાં 14 હજાર સ્ક્વેર ફૂટમાં એક શોપિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ કરી રહ્યો હતો. આ ઉપરાંત તે 3 માળની બિલ્ડિંગમાં સ્કૂલ પણ ચલાવી રહ્યો છે.
રેડ દ્વારા ખબર પડી કે અશફાકના પરિવારના લોકોના નામે 16થી વધારે અચલ મિલકતો હતી. તો 50થી વધારે અચલ સંપત્તિઓને લઇ ભોપાલ, વિદિશા અને લટેરીમાં છાપેમારી ચાલી રહી છે. લોકાયુક્તની ટીમે જ્યારે કર્મચારીના ભોપાલના ઘરે રેડ મારી તો ઘરની અંદરનું ઈન્ટીરિયર જોઇ તેઓ ચોંકી ગયા. મોડ્યૂલ કિચન, લાખો રૂપિયાનું ઝુમ્મર, ફ્રીજ, ટીવી ઉપરાંત મોંઘા સોફા અને શોકેસ હતા. રેડ દરમિયાન તેના ઘરેથી 46 લાખના દાગીના અને લગભગ 20 લાખ રોકડ મળી આવી. આ રોકડ ગણવા માટે મશીન મગાવવામાં આવી.
હેમા મીણાના ઘરેથી મળી આવેલી 7 કરોડની સંપત્તિ
યાદ હોય તો થોડા મહિના પહેલા આજ લોકાયુક્તની ટીમે જ્યારે એક અસિસ્ટંટ ઈજનેર હેમા મીણાને ત્યાં રેડ મારી હતી તો ત્યાંથી 7 કરોડથી વધારાની મિલકત મળી આવી હતી. ટીમે ભોપાલ ઉપરાંત રાયસેન અને વિદિશામાં સ્થિત ઘરોમાં છાપેમારી કરી હતી. જેમાં ઈજનેરને ત્યાંથી લગભગ 7 કરોડની મિલકત મળી આવી હતી. 30 હજારના પગારવાળી આ ઈજનેર હાઉસિંગ કોર્પોરેશન ભોપાલમાં અસિસ્ટંટ એન્જિનિયર પર કાર્યરત છે. તેની સામે 2020માં આવક કરતા વધારે સંપત્તિની ફરિયાદ મળી હતી. તેને લઇ તપાસ થઇ અને કેસ દાખલ કરવામાં આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp